Rajkot Station Mahotsav

Rajkot-Lalkuan Special Train Update: રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવાયા

Rajkot-Lalkuan Special Train Update: ટિકિટોનું બુકિંગ 31 ઑગસ્ટ થી

રાજકોટ, 29 ઓગસ્ટ: Rajkot-Lalkuan Special Train Update: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ-લાલકુઆં સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા (વિશેષ ભાડા પર) લંબાવવામાં આવ્યા છે. તેની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન સંખ્યા 05046/05045 રાજકોટ-લાલકુઆં ફેસ્ટિવલ સ્પેશિયલ (સાપ્તાહિક) [6-6 ફેરા]

ટ્રેન સંખ્યા 05046 રાજકોટ-લાલકુઆં સ્પેશિયલને (Rajkot-Lalkuan Special Train Update) 8 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર, 2025 અને ત્યારબાદ આગળ 13 ઑક્ટોબરથી 3 નવેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન સંખ્યા 05045 લાલકુઆં-રાજકોટ સ્પેશિયલને 7 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર, 2025 અને ત્યારબાદ આગળ 12 ઑક્ટોબરથી 2 નવેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવી છે.

OB banner

ટ્રેન સંખ્યા 05046 ના લંબાવવામાં આવેલા ફેરા માટેનું બુકિંગ 31 ઑગસ્ટ, 2025 થી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને કોચની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો