train 10

Rajkot-Lalkuan special train updates: રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ ટ્રેન ના ફેરા લંબાવવામાં આવ્યા

Rajkot-Lalkuan special train updates: ટિકિટો નું બુકિંગ 23 ઓગસ્ટ થી શરૂ

google news png

રાજકોટ, 22 ઓગસ્ટ: Rajkot-Lalkuan special train updates: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-લાલકુઆં સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ના ફેરા (વિશેષ ભાડા પર) લંબાવવામાં આવ્યા છે.

વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 05046/05045 રાજકોટ- લાલકુઆં ફેસ્ટિવલ સ્પેશિયલ (સાપ્તાહિક) [18 ટ્રીપ્સ]

ટ્રેન નંબર 05046 રાજકોટ- લાલકુઆં સ્પેશિયલ 7 ઓક્ટોબરથી 2 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે ટ્રેન નંબર 05045 લાલકુઆં-રાજકોટ સ્પેશિયલને 6 ઓક્ટોબરથી 1 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

આ પણ વાંચો:- Heavy Rain Forecast: રાજયના અનેક વિસ્તારોમાં આજે પડશે ભારે વરસાદ, 6 થી 7 ઇંચ વરસાદ પડે તેવી આગાહી

ટ્રેન નંબર 05046 ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 23 ઓગસ્ટ, 2024 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજના સમય અને પરિચાલન અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Rakhi Sale 2024 ads
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો