rjt swachchhata

Rajkot Rail Mandal: રાજકોટ રેલવે ડિવિઝનમાં “સ્વચ્છતા પખવાડિયું – 2025” નો શુભારંભ

Rajkot Rail Mandal: ડિવિઝનલ રેલવે મેનેજરે અધિકારીઓ અને કર્મચારીઓને સ્વચ્છતા જાળવવાની શપથ લેવડાવી અને પખવાડિયાના સફળ આયોજન માટે પ્રેરિત કર્યા

રાજકોટ, 01 ઓક્ટોબર: Rajkot Rail Mandal: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 01 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર 2025 સુધી “સ્વચ્છતા પખવાડિયું – 2025” નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પખવાડિયાનો ઉદ્દેશ સ્વચ્છતાને જન-આંદોલનનું સ્વરૂપ આપવાનો અને રેલવે પરિસરો તેમજ મુસાફરોની સુવિધાઓ પર સ્વચ્છતાને વધુ મજબૂત અને અસરકારક બનાવવાનો છે.

આજે, તારીખ 01.10.2025 ના રોજ “સ્વચ્છતા પખવાડિયું – 2025” નો શુભારંભ શપથગ્રહણ કાર્યક્રમ અને પ્રભાત ફેરીઓ સાથે કરવામાં આવ્યો.

Rajkot Rail Mandal

રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) ગિરિરાજ કુમાર મીનાના નેતૃત્વ હેઠળ ડિવિઝનલ ઓફિસના પ્રાંગણમાં શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ડિવિઝનલ રેલવે મેનેજરે અધિકારીઓ અને કર્મચારીઓને સ્વચ્છતા જાળવવાની શપથ લેવડાવી અને પખવાડિયાના સફળ આયોજન માટે પ્રેરિત કર્યા. આ કાર્યક્રમમાં લગભગ 135 અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો:- Important Information for Trains: યાત્રીઓની સુવિધા માટે અપીલ: ચાંદલોડિયા ‘B’ સ્ટેશન પર આવ-જા કરતી ટ્રેનો

આ ઉપરાંત, સમગ્ર ડિવિઝનમાં (Rajkot Rail Mandal) કુલ 35 સ્થળોએ શપથગ્રહણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 1600 અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય નાગરિકોએ સક્રિય ભાગીદારી કરી હતી.

તેમજ, સ્વચ્છતા પ્રત્યે જન-જાગૃતિ વધારવા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા માટે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ડિવિઝનલ ઓફિસમાંથી શરૂ થઈને કોઠી કમ્પાઉન્ડના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને ફરી ડિવિઝનલ ઓફિસે સંપન્ન થયો. આ ફેરીમાં લગભગ 150 અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

“સ્વચ્છતા પખવાડિયું – 2025” હેઠળ આગામી દિવસોમાં રાજકોટ ડિવિઝન દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન, જન-જાગૃતિ કાર્યક્રમો, નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓ, તેમજ મુસાફરોને સ્વચ્છતાનો સંદેશ આપવા માટે વિવિધ પ્રચાર-પ્રસાર પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો