Rajkot Railway Division’s solar energy initiative: સૌર ઉર્જાનો ઉપયોગ કરવા રાજકોટ રેલવે ડિવિઝનની પહેલ

રાજકોટ, 10 સપ્ટેમ્બર: Rajkot Railway Division’s solar energy initiative: પશ્ચિમ રેલ્વેનો રાજકોટ ડિવિઝન 2030 સુધીમાં “નેટ ઝીરો કાર્બન એમિટર” હાંસલ કરવાના ભારતીય રેલ્વેના લક્ષ્ય માટે પ્રતિબદ્ધ છે. રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમારના જણાવ્યા મુજબ, પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને આગળ વધારતા, રાજકોટ ડિવિઝન ગ્રીન અને રિન્યુએબલ એનર્જી તરફ મોટા કદમ ઉઠાવી રહ્યું છે.
આ પણ વાંચો:- Pradhan Mantri Awas Yojana: ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 14 લાખથી વધુ આવાસોનું નિર્માણ
રાજકોટ ડિવિઝન તેની વીજ જરૂરિયાતો માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરી રહ્યું છે અને પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ વધારવા માટે વિવિધ પગલાં લીધા છે. સપ્ટેમ્બર-2024 સુધીમાંઆ રાજકોટ ડિવિઝન ના 18 રેલ્વે સ્ટેશનો અને 7 રેલ્વે ઓફિસ બિલ્ડીંગો પર 539 કિલોવોટ ક્ષમતાની સોલાર પેનલો સ્થાપિત કરવામાં આવી છે. જેના કારણે આવક પણ ઘણી બચી છે.
આ અંદાજે 21 હજાર વૃક્ષોની કાર્બન શોષણ ક્ષમતા જેટલી છે. રાજકોટ ડિવિઝન પર સોલાર પેનલોએ છેલ્લા નાણાકીય વર્ષ 2023-24માં 454989 kWh (યુનિટ) વીજળીનું ઉત્પાદન કર્યું છે, જે 364 ટનથી વધુના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા સમકક્ષ છે અને તેના પરિણામે કુલ રૂ. 27.18 લાખની બચત થઈ છે. ચાલુ નાણાકીય વર્ષ 2024-25 (ઓગસ્ટ સુધી) દરમિયાન 282666 kWh (યુનિટ) વીજળીનું સૌર ઊર્જા ઉત્પાદન પ્રાપ્ત થયું હતું, જે 226 ટનથી વધુના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવાની સમકક્ષ છે અને પરિણામે કુલ રૂ. 18.91 લાખની બચત થઈ છે.

વધુમાં, રાજકોટ ડિવિઝને ગ્રીન એનર્જી સંસાધનોના ભાગરૂપે એલસી ગેટ પર સોલાર વોટર હીટર, સોલાર પેનલ્સ પ્રદાન કર્યા છે. તદુપરાંત, રાજકોટ ડિવિઝન કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાના રાષ્ટ્રના મિશનને હાંસલ કરવા મહત્તમ હદ સુધી તમામ ઇમારતોમાં સોલાર પ્લાન્ટ્સ સ્થાપિત કરવાનું આયોજન કરી રહ્યું છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો