Rajkot RPF achievement: રેલવે સુરક્ષામાં મોટી સિદ્ધિ – રાજકોટ RPFનું શાનદાર કામ
Rajkot RPF achievement: રાજકોટ ડિવિઝન RPFની મોટી સિદ્ધિ: એક વર્ષમાં ₹38.98 લાખનો સામાન પરત કર્યો, 103 ગુનેગારોની ધરપકડ
27 બાળકોને પરિવાર સાથે મિલાવ્યા • ચેઈન પુલિંગ અને ટિકિટના કાળાબજાર પર કડક સકંજો • મુસાફરોની સુરક્ષા માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન
રાજકોટ, 03 એપ્રિલ: Rajkot RPF achievement: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા બળ (RPF) એ નાણાકીય વર્ષ 2025-26 (01 એપ્રિલ 2025 થી 31 માર્ચ 2026) દરમિયાન મુસાફરોની સુરક્ષા, રેલવે સંપત્તિનું રક્ષણ અને જનસેવાના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, “સેવા હી સંકલ્પ” ના ધ્યેય હેઠળ, આઈજી-કમ-પ્રધાન મુખ્ય સુરક્ષા કમિશનર અજય સદાનીના કુશળ નેતૃત્વ અને ડિવિઝનલ સુરક્ષા કમિશનર, રાજકોટ શ્રી કમલેશ્વર સિંહના માર્ગદર્શન હેઠળ RPF એ વિવિધ અભિયાનો દ્વારા પ્રશંસનીય કામગીરી કરી છે.
આ સમયગાળા દરમિયાન, રેલવે સુરક્ષા બળ દ્વારા મુસાફરો, રેલવે પરિસર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા સુનિશ્ચિત કરીને અનેક મહત્વપૂર્ણ અભિયાનો સફળતાપૂર્વક ચલાવવામાં આવ્યા હતા.
મુખ્ય સિદ્ધિઓ નીચે મુજબ છે: (Rajkot RPF achievement)
ઓપરેશન અમાનત: (Rajkot RPF achievement) આ અભિયાન અંતર્ગત મુસાફરી દરમિયાન વિવિધ રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં મુસાફરો દ્વારા ભૂલથી રહી ગયેલા સામાનને સુરક્ષિત રીતે પરત કરવામાં RPF એ નોંધપાત્ર સફળતા મેળવી છે. નાણાકીય વર્ષ 2025-26માં 352 મુસાફરોનો અંદાજે ₹38,98,484 ની કિંમતનો સામાન સુરક્ષિત રીતે તેમને સોંપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:- Ticket Checking: ટિકિટ ચેકિંગથી રાજકોટ રેલવેને ₹10.95 કરોડની કમાણી
ઓપરેશન નન્હે ફરિશ્તે: આ અભિયાન હેઠળ 27 એવા બાળકોને તેમના પરિવાર સાથે મિલાવવામાં આવ્યા હતા, જેઓ કોઈ કારણસર સ્ટેશન કે ટ્રેનમાં પોતાના પરિવારથી છૂટા પડી ગયા હતા.
ઓપરેશન ડિગ્નિટી: આ અભિયાન અંતર્ગત 12 વ્યક્તિઓને તેમના પરિવારજનો સાથે મિલાવવામાં આવ્યા હતા, જેઓ વિવિધ સંજોગોમાં પોતાના સ્વજનોથી અલગ થઈ ગયા હતા.
ઓપરેશન રેલ સુરક્ષા: રેલવે સંપત્તિની સુરક્ષા માટે ચલાવવામાં આવેલા આ અભિયાનમાં ચોરીના 35 કેસોમાં 103 આરોપીઓની ધરપકડ કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
ઓપરેશન સમય પાલન: રેલ વ્યવહારમાં અવરોધ ઉભો કરનારાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરતા ચેઈન પુલિંગના 446 કેસ નોંધાયા હતા અને 441 આરોપીઓની ધરપકડ કરી રેલવે અધિનિયમ હેઠળ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી.
ઓપરેશન ઉપલબ્ધ: (Rajkot RPF achievement) રેલવે ટિકિટોના કાળાબજાર પર અસરકારક અંકુશ લગાવતા આ અભિયાન હેઠળ 14 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ ટિકિટોના ગેરકાયદે વેચાણમાં સંડોવાયેલા જોવા મળ્યા હતા.
ઓપરેશન યાત્રી સુરક્ષા: મુસાફરોના સામાનની ચોરીના કિસ્સામાં સતર્ક કાર્યવાહી કરતા 4 કેસમાં 7 આરોપીઓને ઝડપી પાડી સરકારી રેલવે પોલીસ (GRP) ને સોંપવામાં આવ્યા હતા, જેમની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
ઓપરેશન જનજાગરણ: RPF દ્વારા મુસાફરો અને સામાન્ય નાગરિકોને જાગૃત કરવા માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત તમામ RPF પોસ્ટ અને ચોકીઓ પર બેનરો, પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા જાહેરાતો, ગામના સરપંચો અને સ્થાનિક પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજવામાં આવી હતી. આ દરમિયાન રેલવે લાઈન ક્રોસ ન કરવા, ટ્રેનો પર પથ્થરમારો અટકાવવા, નશાખોરી, મહિલા સુરક્ષા અને માનવ તસ્કરી જેવા મહત્વના વિષયો પર જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.
રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, “રાજકોટ ડિવિઝન RPFની આ સિદ્ધિ મુસાફરોની સુરક્ષા અને સેવા પ્રત્યેની તેની ઉત્કૃષ્ટ પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.”
