Rajkot-Veraval Passenger Train: રાજકોટ-વેરાવળ પેસેન્જર ટ્રેનમાં 11 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે
Rajkot-Veraval Passenger Train: મુસાફરોની સુવિધા માટે રાજકોટ-વેરાવળ પેસેન્જર ટ્રેનમાં 11 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે
રાજકોટ, 01 નવેમ્બર: Rajkot-Veraval Passenger Train: મુસાફરોની વધતી માંગ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-વેરાવળ પેસેન્જર ટ્રેનમાં અસ્થાયી રૂપે 11 વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિગતો નીચે મુજબ છે:
- ટ્રેન સં. 59421 (રાજકોટ–વેરાવળ પેસેન્જર) (Rajkot-Veraval Passenger Train) માં તારીખ 31 ઑક્ટોબર, 2025 થી 31 ડિસેમ્બર, 2025 સુધી 11 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે.
- ટ્રેન સં. 59422 (વેરાવળ–રાજકોટ પેસેન્જર) માં તારીખ 01 નવેમ્બર, 2025 થી 01 જાન્યુઆરી, 2026 સુધી 11 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે.
આ પણ વાંચો:- ADI Run for unity: અમદાવાદ મંડળમાં “રન ફોર યુનિટી”નું ભવ્ય આયોજન
આ અસ્થાયી વધારો આગામી તહેવારોના સમયગાળા દરમિયાન મુસાફરોની વધુ ભીડને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, જેથી મુસાફરોને મુસાફરી દરમિયાન વધુ સુવિધા મળી શકે અને તેમની યાત્રા સરળ અને સુરક્ષિત બની શકે.

