RJT 79th Independence Day Celebration: રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ૭૯માં સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી
RJT 79th Independence Day Celebration: ૧ ઓગસ્ટથી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ સુધી એક વિશેષ ‘સ્વચ્છતા અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ, 16 ઓગસ્ટ: RJT 79th Independence Day Celebration: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ૭૯મો સ્વાતંત્ર્ય દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો. આ પ્રસંગે રાજકોટ સ્થિત ડીઆરએમ ઓફિસના પરિસરમાં આયોજિત સમારોહમાં રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, સલામી આપી અને પરેડનું નિરીક્ષણ કર્યું. મીનાએ રેલકર્મીઓને સંબોધન કરીને તેમને અને તેમના પરિવારોને સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ પાઠવી અને પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તાનો સંદેશ સંભળાવ્યો.

ત્યાર બાદ આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં રેલ કર્મચારીઓ દ્વારા ગવાયેલા ગીતો અને સમૂહ નૃત્યે સમગ્ર વાતાવરણને દેશભક્તિની ભાવનાથી તરબોળ કરી દીધું. રાજકોટ ડિવિઝન પર ‘સ્વાતંત્ર્ય દિવસ સમારોહ-૨૦૨૫’ અંતર્ગત ૧ ઓગસ્ટથી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ સુધી એક વિશેષ ‘સ્વચ્છતા અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ વિવિધ વિભાગોના કુલ ૧૩ કર્મચારીઓને ડિવિઝનલ રેલવે મેનેજર મીના દ્વારા મેરિટ સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા. ‘સ્વચ્છ ભારત’ અને ‘હર ઘર તિરંગા’ વિષય પર આયોજિત ચિત્ર/નિબંધ લેખન/ક્વિઝ સ્પર્ધાઓના ૧૬ વિજેતાઓને પણ પ્રમાણપત્રો અને પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
RJT 79th Independence Day Celebration: સ્વાતંત્ર્ય દિવસના આ સમારોહમાં એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર કૌશલ કુમાર ચૌબે, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન રાજકોટના ઉપાધ્યક્ષ અને સંગઠનના અન્ય પદાધિકારીઓ અને તેમની ટીમ, વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, ટ્રેડ યુનિયન અને સંગઠનોના પદાધિકારીઓ, પેન્શનર્સ અને રેલ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો