RJT prabhat feri

RJT Division Prabhat feri: રાજકોટ રેલ્વે ડિવિઝન દ્વારા જાગરૂકતા પ્રભાત-ફેરી કાઢવામાં આવી

RJT Division Prabhat feri: પ્રભાત-ફેરી દરમિયાન, સ્કાઉટ્ ગાઇડ અને સિવિલ ડિફેન્સના સભ્યોએ હાથમાં બેન્ડ લઈને ‘સ્વચ્છ રહેગા હિન્દુસ્તાન, સ્વસ્થ રહેગા હિન્દુસ્તાન’ સહિતના નારા લગાવીને લોકોને સ્વચ્છ રહેવા અંગે જાગૃત કર્યા હતા.

google news png

રાજકોટ, 19 સપ્ટેમ્બર: RJT Division Prabhat feri: ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજકોટ ડિવિઝનમાં 17મી સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર, 2024 દરમિયાન અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના અનુસંધાનમાં આજે રાજકોટ ડિવિઝનમાં જાગૃતિ પ્રભાતફેરી કાઢવામાં આવી હતી. રાજકોટમાં ડીઆરએમ ઓફિસથી શરૂ થયેલી પ્રભાતફેરી કોઠી કમ્પાઉન્ડ રેલ્વે કોલોની, રેલ્વે સ્ટેશન રોડ અને રેલ્વે હોસ્પિટલ થઈને ડીઆરએમ ઓફિસ ખાતે સમાપ્ત થઈ હતી.

RJT Division Prabhat feri

પ્રભાત ફેરી માં રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વનીકુમારે રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓને ઓફિસની જગ્યા અને રેલ્વે કોલોનીને સ્વચ્છ રાખવા માટે તમામ શક્ય પ્રયાસો કરવા અપીલ કરી હતી. પ્રભાતફેરી દરમિયાન, સ્કાઉટ્ ગાઇડ અને સિવિલ ડિફેન્સના સભ્યોએ હાથમાં બેન્ડ લઈને ‘સ્વચ્છ રહેગા હિન્દુસ્તાન, સ્વસ્થ રહેગા હિન્દુસ્તાન’ સહિતના નારા લગાવીને લોકોને સ્વચ્છ રહેવા અંગે જાગૃત કર્યા હતા.

BJ ADS

રાજકોટ ડિવિઝનના એડીઆરએમ કૌશલ કુમાર ચૌબે, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીના, સિનિયર ડિવિઝનલ મટિરિયલ મેનેજર જે.એચ.ડામોર, સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર અભિષેક કુમાર સિંઘ અને વિવિધ વિભાગોના વરિષ્ઠ રેલવે અધિકારીઓ, રેલવે કર્મચારીઓ, આર.પી.એફ., સ્કાઉટ ગાઈડ અને સિવિલ ડિફેન્સ સ્ટાફે પ્રભાતફેરીમાં ભાગ લઈને પર્યાવરણને સ્વચ્છ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો