RJT ek ped maa ke naam

RJT Ek Ped Maa Ke Naam: “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત રાજકોટ ડિવિઝનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

RJT Ek Ped Maa Ke Naam: 2 ઓક્ટોબર, 2024 સુધીમાં રાજકોટ ડિવિઝનના વિવિધ સ્ટેશનો અને કચેરીઓમાં 1000 જેટલા વૃક્ષો વાવવામાં આવશે

google news png

રાજકોટ, 18 સપ્ટેમ્બર: રાજકોટ રેલવે ડિવિઝનમાં 17 સેપ્ટેમ્બર થી લઈને 2 ઓક્ટોબર, 2024 સુધી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાન પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે પણ સતત પ્રયાસો કરી રહ્યું છે. આ પ્રયાસો અંતર્ગત તાજેતરમાં સમગ્ર રાજકોટ ડિવિઝનમાં “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:- Author Ram Mori honored by NIMCJ: ગુજરાતી ફિલ્મોના યુવા પટકથા લેખક રામ મોરીનું એનઆઇએમસીજે દ્વારા સન્માન

રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમાર, એડીઆરએમ કૌશલ કુમાર ચૌબે, વરિષ્ઠ ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર અભિષેક કુમાર સિંઘ, વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં રેલ્વે કર્મચારીઓએ “એક પેડ માં કે નામ” અભિયાન માં ભાગ લીધો હતો અને રાજકોટ સ્થિત લોકો શેડ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.

“એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત 2 ઓક્ટોબર, 2024 સુધીમાં રાજકોટ ડિવિઝનના વિવિધ સ્ટેશનો અને કચેરીઓમાં 1000 જેટલા વૃક્ષો વાવવામાં આવશે, જેમાં વડ, પીપળ, લીમડો, ગુલમહોર, કરજ, આમળા, બિલી પત્ર જેવી પ્રજાતિઓના રોપાઓનું વાવેતર કરવામાં આવશે.

BJ ADS

આ પ્રસંગે રાજકોટ ડીવીઝનલ રેલ્વે મેનેજર અશ્વનીકુમારે રેલ્વેના તમામ કર્મચારીઓને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવા અપીલ કરી હતી જેથી પર્યાવરણનું રક્ષણ થઈ શકે અને પર્યાવરણની જાળવણીનો સંદેશ લોકોને આપી શકાય.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો