RJT Employee contribution

RJT Employee contribution: રાજકોટ ડિવિઝનમાં 115 સ્થળોએ 2645 કર્મચારીઓનું શ્રમદાન

RJT Employee contribution: “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” અંતર્ગત રાજકોટ ડિવિઝનમાં સંયુક્ત શ્રમદાન: ૧૧૫ સ્થળો પર ૨૬૪૫ કર્મચારીઓની સહભાગિતા

google news png

​રાજકોટ, 25 સપ્ટેમ્બર: RJT Employee contribution: ‘સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫’ અભિયાન હેઠળ પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝન દ્વારા ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ “એક દિવસ, એક કલાક, એક સાથે” શીર્ષક હેઠળ સંયુક્ત શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

​ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના નેતૃત્વમાં વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓએ વિવિધ સ્થળો પર શ્રમદાન કર્યું. આ પ્રસંગે ડિવિઝનના ૧૧૫ સ્થળો પર લગભગ ૨૬૪૫ કર્મચારીઓએ ભાગ લઈને સ્વચ્છતાને સામૂહિક પ્રયાસનું સ્વરૂપ આપ્યું.

​કાર્યક્રમમાં યાંત્રિક વિભાગની સહભાગિતા વિશેષ રહી. વરિષ્ઠ ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર શ્રી મેઘરાજ તાતેડ અને આસિસ્ટન્ટ ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર દ્વીપ સબાપરાના માર્ગદર્શન હેઠળ કેરેજ એન્ડ વેગન ડેપો રાજકોટના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક યોગદાન આપ્યું.

​તમામ સહભાગીઓએ સંકલ્પ લીધો કે તેઓ નિયમિતપણે શ્રમદાન કરીને કાર્યસ્થળો અને આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખશે. ડિવિઝનલ રેલવે મેનેજરે આ પહેલને સ્વચ્છતાને જન આંદોલનનું સ્વરૂપ આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું અને તમામ અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસા કરી.

આ પણ વાંચો:- Sanedo Mandali: સનેડો મંડળીનો અનોખો ગરબા: પરંપરા અને આધુનિકતાનો સંગમ

​આ આયોજન માત્ર કાર્યસ્થળોની સફાઈ પૂરતું સીમિત ન રહેતા, સમાજના દરેક વર્ગ સુધી સ્વચ્છતા, હરિયાળી અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પહોંચાડવાનું માધ્યમ પણ બન્યું. રાજકોટ ડિવિઝનનો આ પ્રયાસ ભવિષ્યમાં પણ સતત ચાલુ રહેશે, જેથી સ્વચ્છ ભારત મિશનને વધુ મજબૂત અને પ્રભાવી બનાવી શકાય.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો