RJT Employees Samvad: પ્રધાન મુખ્ય કાર્મિક અધિકારી દ્વારા હાપા સ્ટેશન પર કર્મચારી સંવાદ કાર્યક્રમ યોજાયો
RJT Employees Samvad: કર્મચારીઓની સેવા સંબંધિત મુદ્દાઓ જેમ કે પ્રમોશન, ટ્રાન્સફર, સિનિયોરિટી અને રહેઠાણ અંગે ચર્ચા કરી તથા જરૂરી મુદ્દાઓનું તત્કાલ સ્થળ પર જ નિરાકરણ કર્યું.

રાજકોટ, 06 સપ્ટેમ્બર: RJT Employees Samvad: પશ્ચિમ રેલ્વેની પ્રધાન મુખ્ય કાર્મિક અધિકારી, મંજુલા સક્સેના હાપા સ્ટેશન પર આજે કર્મચારીઓ સાથે સીધો સંવાદ કર્યો। આ અવસરે તેમણે કર્મચારીઓની સેવા સંબંધિત મુદ્દાઓ જેમ કે પ્રમોશન, ટ્રાન્સફર, સિનિયોરિટી અને રહેઠાણ અંગે ચર્ચા કરી તથા જરૂરી મુદ્દાઓનું તત્કાલ સ્થળ પર જ નિરાકરણ કર્યું.

શ્રીમતી સક્સેનાએ કર્મચારીઓને સંબોધતા કહ્યું કે તેઓ કર્મચારી હિત નિધિ (Staff Benefit Fund) હેઠળ ઉપલબ્ધ યોજનાઓનો વધારેમાં વધારે લાભ લે. તેમણે ખાસ કરીને શિષ્યવૃત્તિ યોજના, ગંભીર બિમારીના કિસ્સામાં સહાય, તેમજ અસ્વસ્થતાના કારણે બિન-વેતન રજા લેતા કર્મચારીઓ માટે મેન્ટેનન્સ ભથ્થું જેવી યોજનાઓ પર ભાર મૂક્યો.
આ પણ વાંચો:- TTE Biometric Attendance: રાજકોટ ડિવિઝને આધુનિક બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરી
સાથે સાથે તેમણે કર્મચારીઓને આ પણ અવગત કરાવ્યું કે કલ્યાણ નિધિ હેઠળ કર્મચારીઓની પુત્રીઓને મોટર ડ્રાઇવિંગ શીખવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે। તેમણે કર્મચારીઓને સલાહ આપી કે આ યોજનાઓની વિગતવાર માહિતી અને માર્ગદર્શન માટે તેઓ પોતાના-પોતાના વેલફેર ઇન્સ્પેક્ટર સાથે નિયમિત સંપર્કમાં રહે.
આ સંવાદ કાર્યક્રમમાં કુલ 135 કર્મચારીઓ જોડાયા, જેમાં ખાસ કરીને ટ્રેક મેન્ટેનર કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક હાજર રહ્યા. કાર્યક્રમનું સફળ આયોજન રાજકોટ મંડળના વરિષ્ઠ કાર્મિક અધિકારી અમૃત સોલંકીના માર્ગદર્શન હેઠળ, કલ્યાણ નિરીક્ષકની ટીમ દ્વારા કરવામાં આવ્યું.