rjt pension adalat

RJT Pension Adalat: રાજકોટ રેલવે ડિવિઝનમાં પેન્શન અદાલતનું સફળ આયોજન

​ RJT Pension Adalat: રાજકોટ રેલવે ડિવિઝનમાં પેન્શનરોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ: પેન્શન અદાલતનું સફળ આયોજન

રાજકોટ, ૧૭ ડિસેમ્બર: RJT Pension Adalat: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન પર તાજેતરમાં પેન્શન અદાલતનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. પેન્શનર અને ફેમિલી પેન્શનરો પાસેથી અગાઉથી જ અરજીઓ મંગાવવામાં આવી હતી, જેના પર જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. કુલ ૨૪ કેસ પ્રાપ્ત થયા હતા, જે તમામ કેસોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.

આ દરમિયાન રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર (ADRM) કૌશલ કુમાર ચૌબે દ્વારા ઉપસ્થિત તમામ પેન્શનરો અને પેન્શનર એસોસિએશનના પ્રતિનિધિઓને ખાતરી આપવામાં આવી હતી કે માત્ર પેન્શન અદાલત દરમિયાન જ નહીં, પરંતુ સામાન્ય કામકાજના દિવસોમાં પણ પેન્શનરોની સમસ્યાઓ પર પૂરતું ધ્યાન આપવામાં આવશે તથા કાર્મિક વિભાગ અને એકાઉન્ટ્સ વિભાગ દ્વારા હંમેશા પૂરો સહયોગ આપવામાં આવશે.

View this post on Instagram

A post shared by onlinebuyer (@onlinebuyer.in)

​આ વખતની પેન્શન અદાલતમાં આશરે ૨૮ વરિષ્ઠ નાગરિકો/તેમના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને સૌહાર્દપૂર્ણ રીતે પેન્શન અદાલત સંપન્ન થઈ હતી.

આ અવસરે સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર અમૃત સોલંકી, ​ડિવિઝનલ ફાઇનાન્સ મેનેજર પવન કુમાર મીના, ​આસિસ્ટન્ટ પર્સનલ ઓફિસર કે. કે. દવે, ​વેલ્ફેર ઇન્સ્પેક્ટરોની ટીમ, એસ્ટાબ્લિશમેન્ટ સેટલમેન્ટ સેક્શન અને એકાઉન્ટ્સ વિભાગ (પેન્શન) ની ટીમના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને પેન્શન અદાલતને સફળ બનાવી હતી.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો