RJT Train Schedule: રાજકોટ – મહેબૂબનગર સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા
રાજકોટ, 3 જાન્યુઆરી: RJT Train Schedule: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ – મહેબૂબનગર સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા છે. જેની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન સંખ્યા 09575/09576 રાજકોટ – મહેબૂબનગર (સાપ્તાહિક) સ્પેશિયલ (8-8 ટ્રિપ)
ટ્રેન સંખ્યા 09575 રાજકોટ – મહેબૂબનગર સ્પેશિયલ (દર સોમવારે) ના ફેરા 5 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે.
તે જ રીતે, ટ્રેન સંખ્યા 09576 મહેબૂબનગર – રાજકોટ સ્પેશિયલ (દર મંગળવારે) ના ફેરા 6 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે.
ટ્રેન સંખ્યા 09575 ના લંબાવવામાં આવેલા ફેરાનું બુકિંગ 4 જાન્યુઆરી, 2026 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC ની વેબસાઇટ પર શરૂ થશે.
ટ્રેનોના સ્ટોપેજ, કોચની વિગત અને સમય વિશે વિસ્તૃત માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને તપાસ કરી શકે છે.

