Sabarmati-Jodhpur Express canceled: આ તારીખે સાબરમતી-જોધપુર એક્સપ્રેસ રદ રહેશે
Sabarmati-Jodhpur Express canceled: અજમેર ડિવિઝન પર બ્લોકને કારણે સાબરમતી-જોધપુર એક્સપ્રેસ રદ રહેશે.

અમદાવાદ, 05 જૂન: Sabarmati-Jodhpur Express canceled: ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર ડિવિઝન પર પિંડવારા-બનાસ સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 742 કિમી 557/8-9 પર આરસીસી બૉક્સ લોન્ચિંગ માટે લેવામાં આવી રહેલા બ્લોકને કારણે સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:
આ પણ વાંચો:- World Environment Day 2024: મારી કલમની નજરે જોઉં તો ઊજવણીની નહીં સાચવણીની જરૂર છે: વૈભવી જોશી
- 7 અને 8 જૂન 2024ના રોજ સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ રદ રહેશે.
- 6 અને 7 જૂન 2024 ના રોજ જોધપુરથી ચાલતી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ રદ રહેશે.
ટ્રેનોના સ્ટોપેજ, કમ્પોઝિશન, રૂટ અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો