Safety award to Rajkot division employee

Safety award to Rajkot division employee: પશ્ચિમ રેલ્વે ના જનરલ મેનેજર દ્વારા રાજકોટ ડિવિઝન ના કર્મચારીનું સન્માન

Safety award to Rajkot division employee: પશ્ચિમ રેલ્વે ના જનરલ મેનેજર દ્વારા રાજકોટ ડિવિઝન ના કર્મચારીનું સેફ્ટી એવોર્ડ થી સન્માન કરાયું

google news png

રાજકોટ, 23 જુલાઈ: Safety award to Rajkot division employee: પશ્ચિમ રેલ્વે ના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર દ્વારા રાજકોટ રેલ્વે ડીવીઝન ના કર્મચારી જીતેન્દ્રકુમાર આર. (સિનિયર સેક્શન એન્જીનીયર, કેરેજ એન્ડ વેગન ડેપો-જામનગર) ને મુખ્ય કાર્યાલય, ચર્ચગેટ ખાતે રેલ્વે સેફટી માં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કર્મચારી ને મે, 2024 દરમિયાન ડ્યૂટી ના સમયે પોતાની સતર્કતા થી એક મહિલા મુસાફર નું જીવ બચાવવા બદલ સન્માનીત કરવામાં આવ્યું હતું.

મિશ્ર એ સન્માનિત કર્મચારી ની સતર્કતાની પ્રશંસા કરી અને કહ્યું કે તે તમામ કર્મચારીઓ માટે રોલ મોડેલ છે. તારીખ 20.05.2024 ના રોજ, જિતેન્દ્રકુમાર આર. જામનગર સ્ટેશન ના પ્લેટફોર્મ નંબર 3 પર ટ્રેન નંબર 22959/22960 વડોદરા-જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ ના મેન્ટેનન્સ માટે ડ્યૂટી પર હતા.

સવારે લગભગ 4.45 વાગ્યે જ્યારે ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 03 પરથી રવાના થવા લાગી, તે જ સમયે એક મહિલા, જેની ઉંમર આશરે 52 વર્ષની હશે, તે 22960 માં ચઢવાનો પ્રયાસ કરી રહી હતી. તેણે કોચ નું હેન્ડલ પકડી લીધું, પરંતુ તેની કમર થી નીચે નો ભાગ કોચ અને પ્લેટફોર્મની વચ્ચે આવી ગયો અને ગાડી સાથે ખેંચાવવા લાગ્યો.

જીતેન્દ્ર કુમાર જેઓ પ્લેટફોર્મ પર ઊભેલા હતા તેઓ તરત જ દોડ્યા અને નીચે ઝૂકીને મહિલાનો હાથ પકડી લીધો અને તેને એ જ સ્થિતિમાં રાખ્યો જ્યાં સુધી ગાર્ડ દ્વારા ઇમરજન્સી એપ્લીકેશન દ્વારા ટ્રેન અટકાવવામાં ન આવે અને મહિલાનો જીવ બચાવ્યો.

રાજકોટ ડિવિઝનને જીતેન્દ્ર કુમાર પર ગર્વ છે જેમણે માનવીય વ્યહાર દર્શાવ્યું અને પોતાની સતર્કતાથી એક માનવ જીવન બચાવ્યું.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો