Saurashtra Mail Schedule: ઓખા–મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ દાદર સ્ટેશન સુધી જશે
Saurashtra Mail Schedule: આ ટ્રેન દાદર અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે
રાજકોટ, 03 એપ્રિલ: Saurashtra Mail Schedule: મુસાફરોની સુવિધા અને રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સુદ્રઢીકરણના હેતુથી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પર ટ્રેકના સંપૂર્ણ નવીનીકરણ (CTR) અને નવા સિમેન્ટ કોંક્રિટ (CC) એપ્રોન નિર્માણ કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવશે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ કામગીરીને કારણે કાર્યકારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 22946 ઓખા–મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલને દાદર સ્ટેશન પર શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવશે. આ રીતે આ ટ્રેન દાદર અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
આ પણ વાંચો:- Rajkot RPF achievement: રેલવે સુરક્ષામાં મોટી સિદ્ધિ – રાજકોટ RPFનું શાનદાર કામ
આ વ્યવસ્થા 05 એપ્રિલ 2026 થી આગામી સૂચના સુધી ટ્રેન નંબર 22946 ઓખા–મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ માટે લાગુ રહેશે.
દાદર સ્ટેશન પર આ ટ્રેનનો આગમન સમય નિર્ધારિત 04:15 કલાકને બદલે સુધારેલ સમય 04:55 કલાક રહેશે.
મુસાફરો મુસાફરી કરતા પહેલા ટ્રેનની નવીનતમ સ્થિતિ વિશેની માહિતી રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પરથી મેળવી લેવી.
