train 7

Stoppage of Okha-Varanasi Exp: ઓખા–વારાણસી એક્સપ્રેસનું પ્રયાગ સ્ટેશન પર અસ્થાયી સ્ટોપેજ

Stoppage of Okha-Varanasi Exp: માઘ મેળો-2026: રાજકોટ ડિવિઝનમાં થી પસાર થતી ઓખા–વારાણસી એક્સપ્રેસનું પ્રયાગ સ્ટેશન પર અસ્થાયી સ્ટોપેજ

​ શ્રદ્ધાળુઓની સુવિધા માટે રેલવેનો મહત્વનો નિર્ણય

રાજકોટ, 6 જાન્યુઆરી: Stoppage of Okha-Varanasi Exp: માઘ મેળો-2026 ના પાવન અવસર પર પ્રયાગરાજ આવતા-જતા શ્રદ્ધાળુઓની ભારે ભીડ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને, રેલવે પ્રશાસન દ્વારા રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ગાડી સંખ્યા 22969 ઓખા–વારાણસી એક્સપ્રેસને પ્રયાગ સ્ટેશન પર 2 મિનિટનું અસ્થાયી સ્ટોપેજ (Temporary Halt) આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્ટોપેજની વિગતો :
​ગાડી સંખ્યા 22969 ઓખા–વારાણસી એક્સપ્રેસનું પ્રયાગ સ્ટેશન પર આગમન સમય રાત્રે 23:23 કલાકે અને પ્રસ્થાન સમય રાત્રે 23:25 કલાકે રહેશે. આ વ્યવસ્થા તાત્કાલિક અસરથી અમલમાં આવીને 20 ફેબ્રુઆરી, 2026 સુધી પ્રભાવી રહેશે.

આ અસ્થાયી સ્ટોપેજ સિવાય ટ્રેનના સમયપત્રક કે રૂટમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ટ્રેનોના સ્ટોપેજ, કોચની વિગત અને સમય વિશે વિસ્તૃત માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને તપાસ કરી શકે છે.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો