Sunil Kumar Gupta: સુનિલ કુમાર ગુપ્તાએ રાજકોટ ડિવિઝન ના સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર તરીકેનો ચાર્જ સંભાળ્યો
Sunil Kumar Gupta: ગુપ્તા ભારતીય રેલવે ટ્રાફિક સેવાના 2013 બેચના અધિકારી છે.
રાજકોટ, 01 જૂન: Sunil Kumar Gupta: સુનિલ કુમાર ગુપ્તાએ રાજકોટ ડિવિઝન ના સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. સુનિલ કુમાર ગુપ્તા ની નિયુક્તિ આર. સી. મીણા ની જગ્યાએ થઈ છે જેમની રાજકોટ ડિવિઝનમાં સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે.
આ પણ વાંચો:- Okha-Guwahati Express route change: ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેન આ તારીખે પરિવર્તિત માર્ગથી ચાલશે
ગુપ્તા ભારતીય રેલવે ટ્રાફિક સેવાના 2013 બેચના અધિકારી છે. તેમણે પશ્ચિમ રેલવેમાં વડોદરા, નાંદેડ, ગાંધીધામ, અમદાવાદમાં વિવિધ મહત્વની જગ્યાઓ પર કામ કર્યું છે. સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર-રાજકોટનો ચાર્જ સંભાળતા પહેલા તેઓ પશ્ચિમ રેલવેના ડિવિઝનના ટ્રાફિક વિભાગમાં સિનિયર ડિવિઝનલ ઑપરેશન મેનેજર (જનરલ) તરીકે કાર્યરત હતા. ગુપ્તાએ પશ્ચિમ રેલવેમાં સલામતીના અમલીકરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ગુપ્તાને પુસ્તકો વાંચવામાં ઊંડો રસ છે.