Train cancel: 19 એપ્રિલ થી વેરાવળ-અમદાવાદ અને જામનગર-વડોદરા સ્પેશીયલ ટ્રેનો રદ
Train cancel: આગામી સૂચના સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ , ૧૮ એપ્રિલ: Train cancel: કોરોના મહામારીને કારણે ઓછા મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલતંત્ર દ્વારા વેરાવળ-અમદાવાદ-વેરાવળ અને જામનગર-વડોદરા-જામનગર સ્પેશીયલ ટ્રેનોને આગામી સૂચના સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે.
- ટ્રેન નંબર 09258 વેરાવળ-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 19 એપ્રિલ, 2021 થી રદ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 09257 અમદાવાદ-વેરાવળ સ્પેશિયલ ટ્રેન 20 એપ્રિલ, 2021 થી રદ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 02960 જામનગર-વડોદરા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 19 એપ્રિલ, 2021 થી રદ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 02959 વડોદરા-જામનગર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 19 એપ્રિલ, 2021 થી રદ કરવામાં આવશે.