train coach

Train route Changed: પોરબંદર-દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

Train route Changed: 8 અને 15 જૂન ની પોરબંદર-દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

google news png

રાજકોટ, 06 જૂન: Train route Changed: ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝન માં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ પરથી દોડશે.

8 અને 15 જૂન, 2024 ના રોજ પોરબંદરથી ઊપડતી ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ એક્સપ્રેસ, તેના નિર્ધારિત રૂટ મારવાડ-અજમેર-ફુલેરા-જયપુર-અલવર-રેવાડી ને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા મારવાડ-જોધપુર-મેડતારોડ-ડેગાના-રતનગઢ-ચુરુ-લોહારુ-રેવાડી થઈને ચાલશે.

આ પણ વાંચો:- Rail traffic affected in Rajkot division: પડધરીમાં આવેલા બ્રિજની મેન્ટેનન્સ કામગીરીને કારણે રેલ વ્યવહાર ને અસર

જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં બ્યાવર, અજમેર, કિશનગઢ, ફુલેરા, જયપુર, બાંદિકુઈ, અલવર અને ખૈરથલ નો સમાવેશ થાય છે.

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.