train 8

Train route divert: રાજકોટ ડિવિઝન થી પસાર થનારી ત્રણ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચાલશે

રાજકોટ, ૧૬ જૂન: Train route divert: પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરા સેક્શનમાં ડબલિંગ કામ અને દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગના કામ માટે લેવાયેલા બ્લોકને કારણે પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થનારી ત્રણ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-

google news png
  1. વેરાવળ સ્ટેશનથી 19.06.2024 અને 26.06.2024 ના રોજ ચાલવા વાળી વેરાવળ-ઇન્દોર મહામના એક્સપ્રેસ ટ્રેન (19319) તેના નિર્ધારિત રૂટ ગેરતપુર-આણંદ જં.-ડાકોર-ગોધરા જં. ના બદલે બદલાયેલા રૂટ ગેરતપુર-આણંદ જં.-બાજવા-છાયાપુરી-ગોધરા જં. થઈને ચાલશે.
  2. પોરબંદર સ્ટેશનથી 26.06.2024 અને 27.06.2024 ના રોજ ચાલવા વાળી પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ ટ્રેન (12905) ડાયવર્ટ કરાયેલા રૂટ રાયપુર જંકશન – ટિટિલાગઢ જંકશન – ઝારસુગુડા જંકશન થઈને ચાલશે.
  3. શાલીમાર સ્ટેશનથી 28.06.2024 અને 29.06.2024ના રોજ ચાલવા વાળી શાલીમાર-પોરબંદર સુપરફાસ્ટ ટ્રેન (12906) ડાયવર્ટ કરાયેલા રૂટ ઝારસુગુડા જંક્શન – ટિટિલાગઢ જંકશન – રાયપુર જંકશન થઈને ચાલશે.

રેલવે મુસાફરો આ ટ્રેનોના ઓપરેટિંગ સમય અને સ્ટોપેજ સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈ શકે છે.

આ પણ વાંચો:A Brush with Destiny: એ બ્રશ વિથ ડેસ્ટિની: પૂજા પટેલ

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો