train 5

Train Schedule: બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત

Train Schedule: ઉત્તર પશ્ચિમ રેલવેમાં બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત

google news png

રાજકોટ, ૧૧ નવેમ્બર: Train Schedule: ઉત્તર પશ્ચિમ રેલવેના ગાંધીનગર-જયપુર સ્ટેશનના પુનર્વિકાસ અને મોટા પાયે આધુનિકીકરણના કાર્યને ધ્યાનમાં રાખીને, ૯ નવેમ્બરથી ૧૩ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી ૩૫ દિવસનો બ્લોક લેવામાં આવ્યો છે, જેના કારણે રાજકોટ ડિવિઝનમાં થી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. પ્રભાવિત થનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

આંશિક રીતે રદ થનારી ટ્રેનો:

૧) ૮ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ઓખાથી યાત્રા શરૂ કરનારી ટ્રેન સંખ્યા ૨૦૯૫૧ ઓખા-જયપુર એક્સપ્રેસ અજમેર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. તેથી, આ ટ્રેન અજમેર અને જયપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

૨) આ જ રીતે, ૯ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ જયપુરથી યાત્રા શરૂ કરનારી ટ્રેન સંખ્યા ૨૦૯૫૨ જયપુર-ઓખા એક્સપ્રેસ અજમેર સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે. તેથી, આ ટ્રેન જયપુર અને અજમેર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

પરિવર્તિત માર્ગથી દોડનારી ટ્રેનો:

૧) ૧૩ નવેમ્બર, ૨૦૨૫થી ૧૨ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી પોરબંદરથી ઉપાડનારી ટ્રેન સંખ્યા ૧૯૨૬૯ પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગે વાયા ફૂલેરા-રીંગસ-રેવાડી સ્ટેશનોના રસ્તે ચલાવવામાં આવશે અને આ ટ્રેન રીંગસ, નીમ કા થાના અને નારનૌલ સ્ટેશનો પર ઊભી રહેશે.

૨) ૦૯ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી પોરબંદરથી ઉપાડનારી ટ્રેન સંખ્યા ૨૦૯૩૭ પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ પરિવર્તિત માર્ગે વાયા ફૂલેરા-રીંગસ-રેવાડી સ્ટેશનોના રસ્તે ચલાવવામાં આવશે અને આ ટ્રેન રીંગસ, નીમ કા થાના અને નારનૌલ સ્ટેશનો પર ઊભી રહેશે.

૩) ૨૪ નવેમ્બર, ૨૦૨૫થી ૮ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી દિલ્હી સરાય રોહિલ્લાથી ઉપાડનારી ટ્રેન સંખ્યા ૨૦૯૩૮ દિલ્હી સરાય રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગે વાયા રેવાડી-રીંગસ-ફૂલેરા સ્ટેશનોના રસ્તે ચલાવવામાં આવશે અને આ ટ્રેન નારનૌલ, નીમ કા થાના અને રીંગસ સ્ટેશનો પર ઊભી રહેશે.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો