train 7

Train Schedule Update: 19 સપ્ટેમ્બર સુધી અમદાવાદને બદલે સાબરમતી સ્ટેશન પર ઊભી રહેશે

Train Schedule Update: પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 19 સપ્ટેમ્બર સુધી અમદાવાદને બદલે સાબરમતી સ્ટેશન પર ઊભી રહેશે

google news png

​રાજકોટ, 12 સપ્ટેમ્બર: Train Schedule Update: પશ્ચિમ રેલવે, અમદાવાદ ડિવિઝનના અમદાવાદ જંક્શન સ્ટેશન પર આરએલડીએ (RLDA) દ્વારા કરવામાં આવી રહેલા કામને કારણે પ્લેટફોર્મ નંબર 8 પર બ્લોક લેવામાં આવ્યો છે. આ કામને લીધે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસનો અમદાવાદ જંક્શન સ્ટેશન પરનો સ્ટોપ અસ્થાયી રૂપે રદ કરવામાં આવ્યો છે.

હવે આ ટ્રેન 19 સપ્ટેમ્બર, 2025 સુધી અમદાવાદને બદલે સાબરમતી જંક્શન સ્ટેશન પર ઊભી રહેશે.

​અગાઉ આ ટ્રેનનો અમદાવાદ સ્ટેશનનો સ્ટોપ 05 જુલાઈ, 2025 થી 12 સપ્ટેમ્બર, 2025 સુધી રદ કરવામાં આવ્યો હતો. આ સમયગાળો હવે વધારીને 19 સપ્ટેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવ્યો છે.

​યાત્રીઓને વિનંતી છે કે તેઓ તેમની મુસાફરીનું આયોજન કરતી વખતે આ ફેરફારને ધ્યાનમાં રાખે.

​ટ્રેનના સમય, સ્ટોપ અને કોચની વિગતવાર માહિતી માટે, યાત્રીઓ www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો