Trains Updates: પોરબંદર-સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેનના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર
Trains Updates: પોરબંદર-સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેનના ટર્મિનલ સ્ટેશનમાં હંગામી ધોરણે ફેરફાર કરવામાં આવ્યું

રાજકોટ, 07 એપ્રિલ: Trains Updates: દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ સ્ટેશન પર ચાલી રહેલા સ્ટેશન પુનર્વિકાસના કાર્યને કારણે, રેલવે વહીવટીતંત્ર દ્વારા રાજકોટ ડિવિઝન થી પસાર થતી પોરબંદર-સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેન ના ટર્મિનલ સ્ટેશનને અસ્થાયી રૂપે ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિગતવાર વર્ણન નીચે મુજબ છેઃ
- પોરબંદરથી દર મંગળવારે ચાલતી ટ્રેન નંબર 20968 પોરબંદર-સિકંદરાબાદ સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેન 15.04.2025 થી આગામી આદેશો સુધી પોરબંદરથી ચાલીને ઉમદાનગર સ્ટેશન સુધી જશે.
- દર બુધવારે સિકંદરાબાદથી ચાલતી ટ્રેન નંબર 20967 સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેન 16.04.2025 થી આગળના આદેશો સુધી સિકંદરાબાદને બદલે ઉમદાનગર સ્ટેશનથી ચાલશે. આમ આ ટ્રેન ઉમદાનગર સ્ટેશનથી પોરબંદર સ્ટેશન સુધી ચાલશે.
ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ટ્રેન બંને દિશામાં કાચીગુડા સ્ટેશન પર પણ ઉભી રહેશે. 15.04.2025 થી ચાલવા વાળી ટ્રેન નંબર 20968નું સિકંદરાબાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 07.55/08.10 કલાકે હશે, કાચીગુડા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 08.25/08.27 કલાકે હશે અને ઉમદાનગર સ્ટેશને 09.05 કલાકે પહુંચશે.
તેવી જ રીતે 16.04.2025 થી ચાલવા વાળી ટ્રેન નંબર 20967 ઉમદાનગર સ્ટેશનથી 14.00 કલાકે ઉપડશે. તે પછી, કાચેગુડા સ્ટેશન પર તેનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 14.35/14.37 કલાક અને સિકંદરાબાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 15.00/15.10 કલાકનો રહેશે.

