Vaishno Devi Train News: હાપા–કટરા એક્સપ્રેસ તુષાર મહાજન સ્ટેશન સુધી
Vaishno Devi Train News: મુસાફરો માટે મહત્વપૂર્ણ અપડેટ! 31 માર્ચે હાપા–કટરા એક્સપ્રેસ તુષાર મહાજન સ્ટેશન સુધી જ દોડાવવામાં આવશે.
રાજકોટ, 27 માર્ચ: Vaishno Devi Train News: ઉત્તર રેલવેના જમ્મુ તવી ડિવિઝનના જમ્મુ તવી–શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સેક્શનમાં ચાલી રહેલા વિદ્યુતિકરણ કાર્ય અને ટ્રાફિક બ્લોકને કારણે, તારીખ 31 માર્ચ, 2026 ના રોજ હાપાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 12475, હાપા–શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ તેના નિર્ધારિત ગંતવ્ય સ્થાન સુધી ન જતા માત્ર શહીદ કેપ્ટન તુષાર મહાજન સ્ટેશન સુધી જ દોડાવવામાં આવશે.
આ પણ વાંચો:- Stamp Duty Relief Gujarat: વારસાઈ જમીન પર સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત
પરિણામે, આ ટ્રેન શહીદ કેપ્ટન તુષાર મહાજન સ્ટેશન અને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્ટેશન વચ્ચે (આશરે 25 કિલોમીટર) આંશિક રીતે રદ રહેશે. આ સમયગાળા દરમિયાન ટ્રેનનું (Vaishno Devi Train News) શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્ટેશન પર સ્ટોપેજ રહેશે નહીં.
મુસાફરો તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સંચાલન અંગેની નવીનતમ માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે, જેથી કોઈપણ પ્રકારની અસુવિધાથી બચી શકાય.
