train

Veraval-Gandhinagar train time table: વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન હવે રાબેતા મુજબ દોડશે

Veraval-Gandhinagar train time table: આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય સવારે ૭.૩૦ વાગ્યે ઉપડશે

google news png

રાજકોટ, 18 જૂન: Veraval-Gandhinagar train time table: રાજકોટ ડિવિઝનના રાજકોટ-બિલેશ્વર સેક્શનમાં એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રેન નંબર ૧૯૧૨૦ વેરાવળ – ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસને દર શુક્રવારે અને રવિવારે વેરાવળ સ્ટેશનથી ૧ કલાક અને ૧૫ મિનિટ મોડી ચલાવવામાં આવી રહી હતી, જેને ૨૭.૦૬.૨૦૨૫ સુધી મોડી ચલાવવાની હતી.

આ બ્લોક હવે હટાવી દેવામાં આવ્યો છે, જેના કારણે હવે આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય સવારે ૭.૩૦ વાગ્યે ઉપડશે.

BJ ADVT
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો