train 7

Veraval-Jabalpur Express Train: વેરાવળ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

Veraval-Jabalpur Express Train: જબલપુર ડિવિઝનમાં બ્લોકને કારણે વેરાવળ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

google news png

રાજકોટ, 13 જૂન: Veraval-Jabalpur Express Train: પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ડિવિઝનમાં આવેલા માલખેડી અને મહાદેવખેડી સ્ટેશનો વચ્ચે એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળ-જબલપુર અને જબલપુર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.

વેરાવળ થી 15.06.2024, 17.06.2024, 22.06.2024, 24.06.2024, 29.06.2024, 01.07.2024, 06.07.2024 અને 08.07.2027 ના રોજ ઉપડનારી ટ્રેન નં 11465 વેરાવળ-જબલપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ ભોપાલ-બીના-કટની મુરવારા-જબલપુર ના બદલે ડાઈવર્ટ કરેલા રુટ વાયા ભોપાલ-ઈટારસી-જબલપુર થઈ ને જશે.

આ પણ વાંચો:- Bridge of Forgiveness: વર્ષો વીતી ગયા, અને અનિરુધને તેની ગર્લફ્રેન્ડ મીરાના પ્રેમમાં….. –

એ જ રીતે જબલપુર થી 24.06.2024, 28.06.2024, 01.07.2024, 05.07.2024 અને 08.07.2024 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 11466 જબલપુર-વેરાવળ એક્સપ્રેસ તેના નિર્ધારિત જબલપુર- કટની મુરવારા-બીના-ભોપાલ ના બદલે ડાઈવર્ટ કરેલા રુટ વાયા જબલપુર-ઈટારસી-ભોપાલ થઈ ને જશે.

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો