train

Viramgam-Surendranagar rail traffic affected: વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં રેલ વ્યવહાર પ્રભાવિત થશે

Viramgam-Surendranagar rail traffic affected: વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં બ્લોકને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થશે

google news png

રાજકોટ, 27 માર્ચ: Viramgam-Surendranagar rail traffic affected: રાજકોટ ડિવિઝનના વિરમગામ સુરેન્દ્રનગર સેક્શનમાં લીલાપુર રોડ-કેસરિયા રોડ સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 24 માટે હાલના સ્ટીલ ગર્ડરની જગ્યાએ PSC સ્લેબની જોગવાઈનું કામ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. વિગતો નીચે મુજબ છે:-

રદ કરાયેલી ટ્રેનો:

  • ૨૮.૦૩.૨૦૨૫ ની ટ્રેન નંબર ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ રદ રહેશે.
  • ૩૦.૦૩.૨૦૨૫ ની ટ્રેન નંબર ૧૯૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ રદ રહેશે.

આંશિક રીતે રદ થયેલી ટ્રેનો:

૧) ૨૯.૦૩.૨૦૨૫ ના રોજ ટ્રેન નંબર ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ વેરાવળથી ઉપડશે અને સુરેન્દ્રનગર સુધી જશે અને સુરેન્દ્રનગરથી તેને ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ તરીકે ચલાવવામાં આવશે.

BJ ADVT

આમ, ૨૯.૦૩.૨૦૨૫ ના રોજ, ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ અને ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ બંને ટ્રેનો સુરેન્દ્રનગર-ગાંધીનગર કેપિટલ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

માર્ગમાં રેગ્યુલેટ (મોડી થનાર) ટ્રેનો:

  • ૨૮.૦૩.૨૦૨૫ ની ટ્રેન નં. ૧૬૬૧૪ કોઈમ્બતુર-રાજકોટ એક્સપ્રેસ માર્ગમાં એક કલાક મોડી થશે.
  • ૨૯.૦૩.૨૦૨૫ ની ટ્રેન નં. ૧૬૩૩૭ ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસ માર્ગમાં ૪૦ મિનિટ મોડી થશે.

ટ્રેનના સમય, સ્ટોપેજ અને રચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો