Vivek Exp Schedule: ઓખા-તૂતિકોરિન વિવેક એક્સપ્રેસ કોવિલપટ્ટી સ્ટેશન સુધી જશે
Vivek Exp Schedule: 19 ડિસેમ્બરની ઓખા-તૂતિકોરિન વિવેક એક્સપ્રેસ કોવિલપટ્ટી સ્ટેશન સુધી જશે
રાજકોટ, 10 ડિસેમ્બર: Vivek Exp Schedule: દક્ષિણ રેલવેમાં સ્થિત મીલવિટ્ટાન-તૂતિકોરિન સેક્શનમાં ડબલ ટ્રેક કામગિરી ના લીધે, 19 ડિસેમ્બરના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 19568 ઓખા-તૂતિકોરિન વિવેક એક્સપ્રેસ ઓખાથી પ્રસ્થાન કરીને કોવિલપટ્ટી સ્ટેશન સુધી જ જશે. આ રીતે આ ટ્રેન કોવિલપટ્ટી અને તૂતિકોરિનની વચ્ચે આંશિક રૂપે રદ રહેશે.
તેવી જ રીતે, 21.12.2025 ના રોજ તૂતિકોરિનથી ઉપડનારી ટ્રેન નંબર 19567 તૂતિકોરિન-ઓખા વિવેક એક્સપ્રેસ તૂતિકોરિનના બદલે કોવિલપટ્ટી થી પ્રસ્થાન કરીને ઓખા સુધી જશે. આ રીતે આ ટ્રેન તૂતિકોરિન અને કોવિલપટ્ટીની વચ્ચે આંશિક રૂપે રદ રહેશે.
યાત્રીઓ તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને તપાસ કરે, જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.

