RJT World Hepatitis Day

World Hepatitis Day: વિશ્વ હેપેટાઇટિસ દિવસ ના ઉપલક્ષ્યમાં જાગૃતતા કાર્યક્રમનું આયોજન

World Hepatitis Day: ડિવિઝનલ રેલવે હોસ્પિટલ રાજકોટ દ્વારા ‘વિશ્વ હેપેટાઇટિસ દિવસ’ ના ઉપલક્ષ્યમાં જાગૃતતા કાર્યક્રમનું આયોજન

રાજકોટ, 29 જુલાઈ: World Hepatitis Day: ડિવિઝનલ રેલવે હોસ્પિટલ, રાજકોટ ખાતે હાલ માં 28 જુલાઈ, 2025 ના રોજ ‘વિશ્વ હિપેટાઇટિસ દિવસ’ નિમિત્તે જાગૃતતા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 125 થી વધુ રેલવે કર્મચારીઓ અને તેમના પરિવાર જનો એ જાણકારી મેળવી હતી.

RJT World Hepatitis Day 2 1

આ કાર્યક્રમ માં ડોક્ટર શ્રીકાંત દ્વારા હિપેટાઇટિસ એટલે શું? એના પ્રકારો, કારણો એ વિષય પર વિસ્તૃત માહિતી આપી હતી જેમાં યકૃત એ માનવ શરીર નું ખૂબ જ મહત્વ નુ ઓર્ગન છે અને તેમાં થતા વિવિધ વાઈરલ ઇન્ફેક્શન ને હિપેટાઇટિસ કહેવાય જેના વિવિધ કારણો દર્શાવ્યા હતા.

આ કડીમાં ડોક્ટર અરુણ પ્રગદિશ એ તેની સારવાર, બચાવ ના ઉપાયો અને સ્વસ્થ યકૃત નુ મહત્વ જણાવ્યું હતું. આ કાર્યક્રમ ના અંતે મુખ્ય ચિકિત્સા અધિક્ષક ડોક્ટર રાજકુમાર એ સરળ ભાષામાં ઉપસ્થિત લોકોને વેક્સિન, હિપેટાઇટિસ થવા ના કારણો, ટેસ્ટ, લક્ષણો અને સારવાર વગેરે ની માહિતી આપી કાર્યક્રમ નું સમાપન કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by onlinebuyer (@onlinebuyer.in)

આ સાથે વિશ્વ હિપેટાઇટિસ દિવસ નિમિત્તે રેલવે હોસ્પિટલ ના અધિકારીઓ, ડોક્ટરો, ગૃપ સી અને ડી ના તમામ કર્મચારીઓ ને રસીકરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ નું સફળ આયોજન અને રસીકરણ માટે ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો રાજકુમાર ના માર્ગદર્શન હેઠળ ડોક્ટર દિપિકા, ડો ક્રિષ્ના,એ એન ઓ પલ્લવી ક્રિસ્ચિયન, સી એન એસ અવની ઓઝા, ચીફ ફાર્માસિસ્ટ ડી એસ શર્મા એ જહેમત ઉઠાવી હતી.

BJ ADVT