World Mental Health Day: રાજકોટ ડિવિઝન રેલવે હૉસ્પિટલ માં “વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ” ની ઉજવણી
રાજકોટ, 10 ઓક્ટોબર: World Mental Health Day: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન રેલવે હૉસ્પિટલ માં “વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ – 2025” ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો શુભારંભ મુખ્ય ચિકિત્સા અધિક્ષક ડૉ. રાજકુમાર દ્વારા ડિવિઝન રેલ પ્રબંધકને લીલા રંગની રિબન લગાવીને કરવામાં આવ્યો, જે માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ અને સંવેદનશીલતાનું પ્રતીક છે.
આ પ્રસંગે, ડૉ. રાજકુમાર દ્વારા “તણાવ વ્યવસ્થાપન” (સ્ટ્રેસ મેનેજમેન્ટ) વિષય પર એક જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તણાવની વહેલી ઓળખ, તેના અસરકારક વ્યવસ્થાપન માટેના ઉપાયો તેમજ સ્વસ્થ માનસિક જીવનશૈલીના મહત્વ પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી.
આ પણ વાંચો:- Inspection of pantry cars: રાજકોટ મંડળમાં સ્વચ્છતા પખવાડિયું: પેન્ટ્રી કારોની તપાસ
કાર્યક્રમ દરમિયાન વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ 2025 ની થીમ — “સેવાઓ સુધી પહોંચ: આપત્તિઓ અને કટોકટીની પરિસ્થિતિઓમાં માનસિક સ્વાસ્થ્ય” — પર પ્રકાશ પાડવામાં આવ્યો. સહભાગીઓને સંકટ અને પડકારરૂપ પરિસ્થિતિઓમાં માનસિક સ્વાસ્થ્ય સેવાઓ સુધી ઝડપી પહોંચના મહત્વથી અવગત કરાવવામાં આવ્યા. વીડિયો પ્રસ્તુતિ અને સંવાદાત્મક ચર્ચા (ઇન્ટરેક્ટિવ ડિસ્કશન) દ્વારા કાર્યક્રમને રસપ્રદ અને પ્રેરણાદાયક બનાવવામાં આવ્યો.
આ આયોજનમાં ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, રેલવે કર્મચારીઓ અને અન્ય લાભાર્થીઓ સહિત કુલ 93 સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
