kanya shala vidai 3

જામનગરના હડિયાણામાં કન્યા શાળામાં વિદાયમાન સમારોહ યોજાયો.

kanya shala vidai

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૨૬ ઓક્ટોબર: શ્રી હડીયાણા કન્યા શાળામાં શાળાના મદદનીશ શિક્ષિકા પ્રવિણાબેન કગથરા વય મર્યાદાના કારણે નિવૃત થતા હોય વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો.

whatsapp banner
kanya shala vidai 3

જેમાં શ્રી હડીયાણા ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ હડીયાણા માધ્યમિક શાળાના આચાર્ય, તાલુકા શાળા ના આચાર્યશ્રી એસએમસી અધ્યક્ષશ્રી તથા શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કોરોના મહામારીના કારણે ખૂબ જ સાદગીપૂર્ણ રીતે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવેલ.

kanya shala vidai 2

આ વિદાય સમારોહમાં શ્રી હડિયાણા કન્યા શાળા પરિવાર વતી પ્રવિણાબેન કગથરાનું શાલ ઓઢાડી મોમેન્ટો આપી અને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત આજરોજ SSA દ્વારા હડિયાણા કન્યા શાળાને ફાળવેલ નવા પાંચ રૂમોનું લોકાર્પણ શાળાની પાંચ વિદ્યાર્થીની બહેનો દ્વારા રાખવામાં આવેલું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *