Accident when falling off a cliff: અમદાવાદના નારણપુરા ખાતે ભેખડ ધસી પડતાં બે મજૂરનાં મોત, એક ઘાયલ

Accident when falling off a cliff: રિડેવલપમેન્ટની કામગીરી દરમિયાન સર્જાઇ હતી દુર્ઘટના

અમદાવાદ, 28 જાન્યુઆરીઃ Accident when falling off a cliff:અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ભેખડ ધસી પડવાની ઘટનામાં બે મજૂર દટાયા હતા. ભેખડ ધસી પડવાનો કોલ મળતાંની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને દટાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. આ ઘટનામાં ત્રણ મજૂર દટાયા હતા, જેમાંથી બેનાં મોત નીપજ્યાં હતાં અને એક મજૂરને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

નારણપુરા અમીકુંજ ચાર રસ્તા પાસે જૂના જનક એપાર્ટમેન્ટનું રિડેવલપમેન્ટનું કામ ચાલતું હતું. ધર્મ ડેવલપર્સ નામના બિલ્ડર દ્વારા રિડેવલપમેન્ટની કામગીરી કરવામાં આવી રહી હતી. દરમિયાન આજે બપોરે અચાનક ભેખડ ધસી પડતાં ત્રણ મજૂર દટાયા હતા, જેમાંથી ડામોર જયસિંગભાઈ અને કરમી પટુભાઈ નામના દાહોદના બંને મજૂરને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ ઘટનામાં ત્રણમાંથી 2 મજૂરનાં મોત થયાં છે તેમજ એક મજૂરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Dhandhuka Murder Case Update: ધંધુકામાં યુવકની હત્યાનો મુદ્દો ગરમાયો, રાજ્ય ગૃહમંત્રીએ કહ્યું- ઝડપથી ન્યાય મળશે

ફાયર ઓફિસર ઈનાયત શેખે જણાવ્યું હતું કે, આ મજૂરો જેસીબીના ખોદકામ દરમિયાન કામ કરતા હતાં, ત્યારે પાછળની સાઈડના રોડની ભેખડ અચાનક ધસી પડતાં મજૂરો અંદર દટાઈ ગયા હતા. ફાયરબ્રિગેડને ઘટનાની જાણ થતાં નવરંગપુરા, ચાંદખેડા અને સાબરમતીનો સ્ટાફ તરત હાજર થઈ ગયો હતો. તેમણે એક જ કલાકમાં બંને મજૂરને કાઢીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતાં.

Gujarati banner 01