Agricultural Science Centre Kodinar

Agricultural Science Centre Kodinar: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનારની મુલાકાતે CIFT, ICAR ના વૈજ્ઞાનિકો

Agricultural Science Centre Kodinar: કંટાળા ગામ ખાતે રામભાઇ રામની વાડિયે ખેડૂતો સાથે કિસાન ગોસ્થીમાં કેવિકે દ્વારા કરવામા આવતી પ્રવૃત્તિઓ વિષે વાતચીત કરી

google news png

કોડીનાર, 03 સપ્ટેમ્બર: Agricultural Science Centre Kodinar: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનારના નિરીક્ષણ હેતુથી સી.આઇ.એફ.ટી., આઇ.સી.એ.આર. વેરાવળની ટીમે કેવિકેની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ડૉ. આશિષકુમાર ઝા સિનિયર વૈજ્ઞાનિક અને ઈન્ચાર્જ, સી.આઈ.એફ.ટી, વેરાવળ અને ડૉ. ચિન્નાદુરાઈ એસ., વૈજ્ઞાનિક, સી.આઈ.એફ.ટી, વેરાવળ મુખ્ય નિરીક્ષક હતા.

જીતેન્દ્રસિંહ,વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાએ, કેવિકે ટીમ દ્વારા કરવામાં આવેલ પ્રવૃત્તિઓ પ્રસ્તુત કરી હતી. અતિથિએ કેવિકે ટીમ સાથે વાર્તાલાપ પણ કર્યો અને કેવિકેના વિવિધ પ્રકારના ડેમો યુનિટ રેડિયો સ્ટેશન, માટી પરીક્ષણ લેબ, હોમ સાયન્સ લેબ, પ્રાકૃતિક ખેતી એકમ, પાક કાફેટેરિયા, એઝોલા યુનિટ, વર્મીકમ્પોસ્ટ યુનિટ, આઇએફએસ પોલ્ટ્રી કમ ફિશ યુનિટ અને એફ.પી.ઓ.ની મુલાકાત લીધી હતી. ફિલ્ડ વિઝિટ દરમિયાન તેઓએ રામસિંહભાઈ ડોડિયા,પાંચ પીપળવા મરીન વોટર બાયો ફ્લોક ઝીંગા ઉછેરના ક્ષેત્રની મુલાકાત લીધી.

આ પણ વાંચો:- Weather department alert: ભરૂચના વાલિયા તાલુકામાં સૌથી વધુ 12 ઇંચ જેટલો વરસાદ અને વાંચો મૌસમ વિભાગે આપી અલર્ટ

કંટાળા ગામ ખાતે રામભાઇ રામની વાડિયે ખેડૂતો સાથે કિસાન ગોસ્થીમાં કેવિકે દ્વારા કરવામા આવતી પ્રવૃત્તિઓ વિષે વાતચીત કરી અને સીએફએલડીના મગફળીના પ્લોટની મુલાકાત કરી તથા અરણેજ ખાતે સીએફએલડીના સોયાબીનના પ્લોટની મુલાકાત કરી, ત્યારબાદ તેઓએ ટોબરા ગામની મહિલાઓ સાથે ક્રિષ્નાબેનના ઘરે ખેત મહિલાઓ સાથે કિસાન ગોસ્થીમાં વાર્તાલાપ કર્યો અને પ્રશંસા કરી હતી.

Rakhi Sale 2024 ads

જેઓ નાના પાયાની પ્રવૃત્તિઓમાંથી આવક પેદા કરે છે, દિવસના અંતે તેઓએ વેરાવળ ખાતે જેઠાભાઈ રામના મધુવન મધમાખી ફાર્મની મુલાકાત લીધી અને ચર્ચા કરી. આ બંને મુલાકાતીઓએ કેવિકે ટીમ દ્વારા ખેડૂતો માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો