Ahmedabad Serial Blast

Ahmedabad blast verdict on February 11: અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુનેગારોને સજાની જાહેરાત 11 ફેબ્રુઆરીના રોજ

Ahmedabad blast verdict on February 11: બચાવ પક્ષના વકીલ દ્વારા સજાની જાહેરાત કરવા માટે 3 સપ્તાહનો સમય માગવામાં આવ્યો

અમદાવાદ, 09 ફેબ્રુઆરી: Ahmedabad blast verdict on February 11: અમદાવાદમાં 2008માં જે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. તે મામલે કોર્ટ દ્વારા આજે સ્પેશિયલ કોર્ટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા અગામી 11 તારીખના રોજ દોષીતોને હવે કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવશે. બચાવ પક્ષના વકીલ દ્વારા સજાની જાહેરાત કરવા માટે 3 સપ્તાહનો સમય માગવામાં આવ્યો હતો. જોકે કોર્ટ દ્વારા 11 તારીખે સજાની જાહેરાત કરવામાં આવશે.

સમગ્ર મામલે કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે બચાવ પક્ષના વકીલો દ્વારા કોર્ટને ટકોર કરવામાં આવી કે તેઓ જેલમા બંધ દોષીતોની મુલાકાત લે. સાથેજ દોષિતો શું કહી રહ્યા ચે તે જાણો અને બાદમાં પોતોના પક્ષ રજૂ કરો તેવું પણ કોર્ટે કહ્યું. ઉપરાંત કોર્ટ દ્વારા બચાવ પક્ષના વકીલને સવાલ કરવામાં આવ્યો કે શું આરોપીઓ શૈક્ષણિક લાયકાત ધરાવે છે કે નહી. 

આ પણ વાંચો: Ahmedabad Blast Verdict: આજે બ્લાસ્ટ કેસમાં 49 દોષિતોને સાંભળી સજાનું એલાન, સુનવણી શરુ

આખરે આરોપીને મળી સજા 

આ કેસમાં કોર્ટ દ્વારા 49 આરોપીઓ દોષી સાબીત થયા હતા. જેમને કોર્ટ દ્વારા આજે સજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે બચાવ પક્ષના વકીલ દ્વારા આ મુદ્દે કોર્ટ પાસેથી સજા સંભળવવા 3 મહિનાનો સમય માગવામાં આવ્યો હતો. પરંતું હવે 11 તારીખે આરોપીઓને સજા આપવામાં આવશે

26 જુલાઇ 2008નો એ દિવસ

26 જુલાઈ 2008માં થયેલા અમદાવાદના સિરિયલ બોમ્બ બ્લાસ્ટને કોઈ ભૂલી શકે?.આ બ્લાસ્ટને આજે પણ યાદ કરીએ તો આંખમાંથી આંસુ સરી પડે છે.ત્યારે એ પરિવાર પર શું વીતતી હશે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે.14 વર્ષ પછી પણ  પરિવારજનોને ન્યાયની આશા જીવંત દેખાઈ રહી છે.અમદાવાદના અસરવામાં રહેતા વ્યાસ પરિવાર ચુકાદા અને ન્યાય પાલિકા પર આશા રાખીને બેઠો છે.સિવિલ બ્લાસ્ટમાં આ પરિવારે 8 વર્ષનો ભાઈ રોહન વ્યાસ અને પિતા દુષ્યંત વ્યાસને ગુમાવ્યા હતા.

Gujarati banner 01