Ambaji ST stand 2

Ambaji ST station problems: અંબાજીનુ નવું બસ સ્ટેશન ન બનતા મહિલા કન્ડેકટરોને પણ એસટી બસ માં જ રાત ગુજારવી પડે છે

Ambaji ST station problems: અંબાજીનુ નવું બસ સ્ટેશન ન બનતા ડ્રાઈવર કંડેક્ટર સહીત મુસાફરો ભારે યાતના ભોગવી રહ્યા છે એસટી બસો માં મહિલા કન્ડેકટરો પણ હોવાથી મોટી મુશ્કેલીઓ ભોગવવી પડે છે.

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 20 ફેબ્રુઆરી:
Ambaji ST station problems: ગુજરાત માં એસટી નિગમ ના અનેક બસ સ્ટેન્ડ નવા અને આધુનિક બન્યા છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પણ આધુનિક બસ સ્ટેન્ડ બનાવા માટે સરકારે કરોડો રૂપિયા ની મંજૂરી આપી છે છતાં નવું બસ સ્ટેશન ન બનતા ડ્રાઈવર કંડેક્ટર સહીત મુસાફરો ભારે યાતના ભોગવી રહ્યા છે

યાત્રાધામ અંબાજી માં 1971 માં બસ સ્ટેશન નું નિર્માણ કાર્ય કરાયું હતું જે 50 વર્ષ બાદ જર્જરિત અને જોખમી બનતા સરકાર દ્વારા તેને 8 મહિના પહેલા ડીમોલેશન કરી તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે અને હાલ હંગામી કેબિનો ઉભા કરી બસ સ્ટેશન સંચાલનની કામગીરી કરવામાં આવે છે જેને લઇ બસ સ્ટેશન માં સુવિધાના અભાવે અનેક મુસાફરો અનેક મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે એટલુંજ નહીં અંબાજી રાજ્ય નું નહિ પણ દેશભર નું મોટું શક્તિપીઠ માનવામાં આવે છે જ્યાં અન્ય રાજ્ય નું વાહનવ્યવહાર પણ ચાલતું હોય છે અને સેંકડો કિલોમીટર ની મુસાફરી બાદ રાત્રી રોકાણ અંબાજી કરવાનું થતું હોય છે.

Ambaji ST station problems

Ambaji ST station problems: પણ છેલ્લા 8 મહિના થી બસ સ્ટેશન નું મકાન તોડી પડાતા ડ્રાઈવર કન્ડેકટરો રાત્રી દરમિયાન રજળી પડે છે એટલુંજ નહીં અંબાજી ની ગેસ્ટ હાઉસ માં એક વ્યક્તિ રૂમ ન આપતા હોવાથી ડ્રાઈવર કે કન્ડેકટર ને એસટી બસ માં જ રાત ગુજારવી પડે છે જયારે એસટી બસો માં મહિલા કન્ડેકટરો પણ હોવાથી મોટી મુશ્કેલીઓ ભોગવવી પડે છે જ્યાં કુદરતી હાજત સહીત ની ન્હાવા ધોવાની તકલીફો પડતી હોવાથી તેઓ પણ વહેલી તકે નવીન બસ સ્ટેશન નું નિર્માણ કાર્ય કરવામાં આવે તેવું જણાવી રહ્યા છે

જોકે હાલ તબક્કે એસટી બસ સ્ટેશન ની જગ્યા ની વિવાદ ચાલતા હોવાનું પણ સામે આવ્યું છે જ્યાં તેજ જગ્યા ઉપર બસ સ્ટેશન બનાવા માટે સરકારે કરોડો રૂપિયા ની ફાળવણી પણ કરી દેવાઈ છે જોકે હાલ ની બસ સ્ટેશન વાળી જગ્યા ઉપર બસ સ્ટેશન ન બનાવી અન્ય સ્થળે ખસેડવાનું વિવાદ ઉભો થયો છે અને બીજી જગ્યા એ બસ સ્ટેશન બાંધવાની બાબત ને લઈ 8 મહિના જેટલો લાંબો સમય ખેંચાયો છે ને અંબાજી માં રાત્રી દરમિયાન 600 કિલોમીટર ની દૂર થી 50 જેટલી રાત્રી રોકાણ વાળી બસો આવતી હોવાથી 100 ઉપરાંત ડ્રાઈવર કન્ડેકટરો ને આ મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે અને દૂર થી આવતા યાત્રિકો ને પણ બસ સ્ટેશન નું પાકું મકાન ન હોવાથી અનેક મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે તેથી તાકીદે બસ સ્ટેશન ના નવીન મકાન નું બંધ કામ શરૂ થાય તેવી લાગણી કલ્પેશ પટેલ (એસટી ડેપો મેનેજર)અંબાજીએ વ્યક્ત કરાઈ રહી છે

Ambaji ST station problems

હાલ તબક્કે અંબાજી બસ સ્ટેશન હયાત વાળી જગ્યા એ થી બસ સ્ટેશન ખસેડી જૂની હોસ્પિટલ વાળી જગ્યા એ ખસેડવાની હિલચાલ જોવા મળી રહી છે જેને લઈ બજાર ના વચ્ચે થી બસ સ્ટેશન ખસેડાતા આગામી સમય માં સ્થાનિક વેપારીઓ ઉપર પણ મોટી અસર પાસે તેવું લાગી રહ્યું છે

  • અંબાજી નુ બસ સ્ટેશન અન્ય સ્થળે ખસેડાતા આગામી સમય માં સ્થાનિક વેપારીઓ ઉપર પણ મોટી અસર પાસે તેવું લાગી રહ્યું છે
  • હાલ તબક્કે એસટી બસ સ્ટેશન ની જગ્યા ની વિવાદ ચાલતા હોવાનું પણ સામે આવ્યું
  • હાલ ની બસ સ્ટેશન વાળી જગ્યા ઉપર બસ સ્ટેશન ન બનાવી અન્ય સ્થળે ખસેડવાનું વિવાદ ઉભો થયો છે.
  • 50 વર્ષ બાદ જર્જરિત અને જોખમી બનતા સરકાર દ્વારા તેને 8 મહિના પહેલા ડીમોલેશન કરી તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે
  • છેલ્લા 8 મહિના થી બસ સ્ટેશન નું મકાન તોડી પડાતા ડ્રાઈવર કન્ડેકટરો રાત્રી દરમિયાન રજળી પડે છે

Veer Meghmaya Temple Monument: પાટણ ખાતે નિર્માણાધિન વીર મેઘમાયા મંદિર સ્મારકના દર્શન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *