જામનગરમાં જુવેનાઇલ જસ્ટિસ વોર્ડમાં નિવૃત કસ્ટમ અધિકારી સહિત બે ની નિમણુંક
ક્રિષ્નાબેન સોઢા માધવજીભાઇ કગથરા
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૭ ઓક્ટોબર: ગુજરાત સરકારે રાજ્યના 25 જિલ્લા માટે જુવેનાઇલ જસ્ટીસ વોર્ડની રચના કરી છે. જેમાં જામનગરના બોર્ડનો પણ સમાવેશ થાય છે. ગુજરાત સરકારના સોશ્કયલ જસ્ટીસ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ ડિર્પામેન્ટ દ્વારા તા.3 ઓક્ટોબરના રોજ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર રાજ્યના 25 જિલ્લામાં જુવેનાઇલ જસ્ટીસ બોર્ડની પુન: રચના કરવામાં આવી છે.

જામનગર જિલ્લાના જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના સભ્ય તરીકે કસ્ટમના નિવૃત્ત અધિકારી માધવજીભાઇ કગથરા (એમ.એન.કગથરા) તેમજ વોર્ડ નં.10ના ભાજપના મહિલા કોર્પોરેટર ક્રિષ્નાબેન સોઢાની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે બોર્ડના ચેરમેન તરીકે હોદ્દાની રૂએ સિનિયર જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ) જામનગરની વરણી કરવામાં આવી છે.
loading…