a58f72b8 5273 45b9 a1d6 26d3ba84eae0

Aravalli: ડીગ્રી વગર એલોપેથી સારવાર કરતા ડોક્ટરની થઇ ધરપકડ

અહેવાલ – રાકેશ ઓડ

અરવલ્લી, 04 જૂનઃAravalli: કોરોના ની મહામારી વચ્ચે લેભાગુ શખ્સો પોતાના સ્વાર્થ માટે લોકો ના જીવ જોખમ માં મૂકી ડીગ્રી વગર એલોપેથી સારવાર કરતા હોય છે ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસે બે બોગસ ડોકટર ની ધરપકડ કરી છે. અરવલ્લી જિલ્લામાં હાલ કોરોના કેસમાં ઘટાડો થયો છે. ત્યારે જિલ્લા પોલીસની ટીમે બોગસ ડોકટરો પર તવાઈ બોલાવી છે. જિલ્લા(Aravalli) પોલીસની એસ.ઓ.જી અને એલ.સી.બી. ની ટીમે ગેરકાયદેસર ડિગ્રી વગર પ્રેકટિસ કરતા બે ડોક્ટરની ધરપકડ કરી છે.

Aravalli

પોલીસ જાપ્તામાં ઉભેલા શખ્સો મોડાસાના વિષ્ણુપુરા અને મેઘરજના રામગઢીમાં ડીગ્રી વગર એલોપેથી ની પ્રેક્ટિસ કરતા હતા. કોરોનાની બીજી લહેર માં કોરોના કેસો માં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે કોવિડના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં એકાએક વધારો થયો હતો. તેનો લાભ લઈ મેડિકલ ડિગ્રી વગર પ્રેકટિસ કરતા આવા ડોક્ટરો મોટે ભાગે જિલ્લા(Aravalli)ના અંતરિયાળ અને પછાત વિસ્તારની પસંદગી કરી બિલાડીના ટોપની જેમ ફુટી નીકળ્યા હતા. અને બિન્દાસપણે દર્દીઓને દવા આપી તેમની સારવાર કરતા હતા. આ મામલે અનેક ફરિયાદો ઉઠતા જિલ્લા એલસીબી એ મોડાસા ના વિષ્ણુપુરા માંથી હિતેશ જયંતીભાઈ પટેલ અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ એ મેઘરજ ના રામગઢી માંથી જયેશ દશરથભાઈ ગોર નામના બોગસ અને જોલાછાપ ડોકટરની ધરપકડ કરી લીધી છે..સાથે જ જોલાછાપ બંને ડોક્ટરો પાસેથી સારવાર માટે વપરાતા મેડિકલ સાધનો, દવાઓ સહિત ઇન્જેક્શનો નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.. છે.

Whatsapp Join Banner Guj

કોરોનાકાળમાં દર્દીઓના ઘસારાનો લાભ લઇ બોગસ ડોક્ટરોએ પોતાની હાટડી શરૂ કરી હતી.જેથી દર્દીઓના જાનને જોખમ ઉભું થતાં પોલીસ તંત્ર સફાળુ જાગીને જિલ્લામાં બોગસ તબીબોને ઝડપી તેમની વિરુદ્ધ મોડાસા રૂરલ અને મેઘરજ પોલીસ સ્ટેશન(Aravalli)માં કાયદેસરની કાર્યવાહી કરવા કવાયત શરૂ કરી છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો…

CM રૂપાણીનો નિર્ણય: રાજ્યમાં ધર્મ સ્વાતંત્ર્ય(Love jehad) સુધારા અધિનિયમ-ર૦ર૧નો આ તારીખથી રાજ્યમાં અમલ કરાશે