જામનગરના જોડિયા ગામે કોરોના સામે કવચ રૂપી આર્યુવેદીક ઉકાળાનું વિતરણ કરાયું.

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર,૨૬ સપ્ટેમ્બર: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તેમજ નિયામક ની કચેરી ગાંધીનગર વિભાગીય નાયબ નિયામક ની કચેરી રાજકોટ તથા જિલ્લા વિકાસ અધિકારી જામનગરના માર્ગદર્શન નીચે અને જિલ્લા આયુર્વેદિક અધિકારી જામનગર અને પ્રાંત અધિકારી ધ્રોલની સુચના મુજબ અને તાલુકા વિકાસ અધિકારી જોડીયા અને મામલતદાર જોડીયા ના સહયોગથી અને આયુર્વેદિક હોસ્પિટલ જોડિયાના ડોક્ટર. દ્વારા જોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ના કેસો આવતા હોય કોરોના જેવી મહામારી ને અટકાવવા રોગપ્રતિકારક શક્તિ વધારવી એ જ સારો ઉપાય હોય,જોડિયા તાલુકાના તમામ ગામોમાં તારીખ 11-9 -20 થી તારીખ 15-9-20 સુધી રોગ પ્રતિકારક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું
જે અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી જોડીયા અને મામલતદાર જોડીયા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જોડીયા, બાળ વિકાસ યોજના અધિકારી જોડીયા એ વિતરણનો ગામના દરેક લોકોને બહોળા પ્રમાણમાં લાભ મળી રહે એ હેતુથી દરેક ગામમાં એક ટીમ બનાવી ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં કુલ પાંચ દિવસના મળીને કુલ ૪૯ હજાર 361 લોકોએ લાભ લીધેલ હતો
આ કાર્યક્રમને સફળ બનાવવા ગામના તલાટી કમ મંત્રી આરોગ્ય વર્કર,આશાબેન આંગણવાડી વર્કર અને શિક્ષક મિત્રોનો સારો એવો સહકાર પ્રાપ્ત થયો હતો