અમદાવાદીઓ માટે સારા સમાચારઃ શહેરમાં સર્જાતી ટ્રાફિક સમસ્યા દૂર કરવા મહત્વનો નિર્ણય, BRTS કોરિડોરમાં વાહન ચલાવવા છૂટ અપાઇ

અમદાવાદ, 08 એપ્રિલઃ અમદાવાદમાં નહેરુ બ્રિજનું સમારકામ ચાલુ હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશને ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે અમદાવાદીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. વાહનચાલકોને તિલકબાગથી સારંગપુર બીઆરટીએસ ટ્રેકમાં પ્રવેશવાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કરવામાં આવ્યો છે. તેઓનું કહેવું છે કે, જ્યાં સુધી બીઆરટીએસ(BRTS) બસો બંધ રહેશે ત્યાં સુધી વાહન ચાલકો બીઆરટીએસ(BRTS) ટ્રેકમાં પ્રવેશી શકશે.

ઉલ્લેખનીય છે કે, બીજ બાજુ રાજ્યમાં કોરોનાની વરવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે લોકડાઉનના ભયથી રાજ્યમાં મજૂરી માટે આવેલા મજૂરો પોતાના વતન તરફ હિજરત કરી રહ્યા છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મજૂરોની ભીડ જોવા મળી. તો અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પડતા દર્દીઓના જીવ પર જોખમ ઉભું થયું છે.

આ પણ વાંચો….
