9a1efcfc dc8d 4a54 98f7 782752acf822

હવે વિદ્યાર્થીઓ પણ જોડાયા કોરોના વોરિયર્સ(corona worries) તરીકે ! વિદ્યાર્થીઓએ કોરોના મહામારી ના સમયમાં લોકોને મદદરૂપ થવા શરૂ કર્યું ‘યંગ ઈલાઈટ ગ્રુપ’

વડોદરા, 15 મેઃcorona worries: વડોદરાના યુવાનો દ્વારા કોરોના કાળમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે શરૂ કરવામાં આવ્યું યંગ ઈલાઈટ નામ નું ગ્રુપ. રાજ્ય ની વિવિધ કોલેજ માં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરવામાં આવેલ આ ગ્રુપ નો ઉદ્દેશ જરુરીઆત મંદ લોકોને મહામારી ના ખરા સમયે, સાચી અને વિશ્વાસ પૂર્ણ માહિતી આપવાનો છે. જેથી વધારેમાં વધારે લોકો સુધી અલગ-અલગ સંસ્થાઓ દ્વારા ચાલતી સેવા પ્રવૃત્તિઓનો લાભ મળી રહે અને જાણકારીઓ નો વ્યાપ્ત વધી શકે. ધૈર્ય શાહ, બરખા મોટવાણી, કીશિતા વાધવાની, પૃષ્ટિ સોની, હર્ષિલ રાવ અને વ્રજની કડકિયા દ્વારા શરૂ કરવામાં આવેલ આ ગ્રુપ(corona worries) ના માધ્યમથી દરરોજ મોટી સંખ્યામાં માહિતી માટે કોલ્સ મળતા રહે છે અને સોશીયલ મીડીયા ના માધ્યમ થી જરૂરિયાત મંદોને મહત્તમ સમયમાં જરુરી સપોર્ટ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગ્રુપમાં વડોદરા, આણંદ, અમરેલી, સુરત અને વિદ્યાનગર શહેરોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકર્તાઓ જોડાયા છે.

corona worries

આ વિશે વધુ જણાવતાં યંગ ઇલાઇટ ગ્રુપના ગ્રુપ મેમ્બર ધૈર્ય શાહ જણાવે છે છે કે મારા બે મિત્રો ઈશિતા વધવાની અને બરખા મોટવાણી સાથે જ્યારે અમે થોડા સમય પહેલા કરોડના સમયમાં લોકોને સારી રીતે મદદ કેવી રીતે કરી શકાય તેના ઉપર ચર્ચા કરી રહ્યા હતા ત્યારે અમને આ કાર્ય કરવાનો વિચાર આવ્યો ત્યારબાદ અમે સોશિયલ મીડીયાના માધ્યમ થી મોટી સંખ્યામાં અન્ય વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકરો(corona worries) ને જોડવાનું કામ કર્યું, જેથી વધુ માં વધુ લોકો સુધી મહત્તમ સમયમાં લાભ આપી શકાય.

ADVT Dental Titanium

મેડિકલના વિદ્યાર્થીઓ(corona worries) અને આ ગ્રુપના સંસ્થાપક સદસ્યો એવા બરખા મોટવાણી અને કિશીતા વાધવાની આ વિશે વધુ મા જણાવે છે કે, અમે અમારા પ્રયાસો અંતર્ગત ડોક્ટર્સ, પેરા મેડિકલ સ્ટાફ તથા નિષ્ણાંતોને અભિયાનમાં જોડીને અમે બની શકે એટલા પારદર્શી રીતે લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે આ સમયે લોકોને મદદરૂપ બનવાનો અને સમાજના દરેક તબક્કાને એકજૂથ રાખીને આપણે આ મહામારી સામે લડવાનો છે, ત્યારે અમે અમારા આ પ્રયાસો દ્વારા દરેક સંભવ રીતે મદદરૂપ થવાનો પ્રયાસ કરી રહ્યા છે. તથા આવનારા દિવસોમાં વધુ ને વધુ વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકર્તાઓ ને જોડીને આગળ ધપાવવા ના પ્રયાસ કરીશું.

આ પણ વાંચો…

Reliance Jio યુઝર્સ માટે ખાસ ઓફરઃ આ ગ્રાહકોને મળશે ફ્રી ટોકટાઇમનો લાભ- વાંચો ઓફર વિશે…