Developed Gujarat@2047 Vision Document Release: વિકસિત ગુજરાત@2047ના વિઝન ડોક્યુમેન્ટનું વિમોચન કરાયું

Developed Gujarat@2047 Vision Document Release: કેન્દ્રીય નાણામંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે વિકસિત ગુજરાત@2047ના વિઝન ડોક્યુમેન્ટનું વિમોચન કરાયું

  • દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ કેન્દ્રમાં શાસન ધુરા સંભાળી ત્યારથી રાજ્યો અને કેન્દ્ર વચ્ચે યુનિયન ટુ સ્ટેટ નો મજબૂત સંબંધ રહ્યો છે: કેન્દ્રીય નાણામંત્રી ડો. નિર્મલા સીતારામન
  • પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનું લક્ષ્ય અમૃતકાળને ભારતના વિકાસનાં સ્વર્ણિમકાળ તરફ લઈ જવાનો છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

ગાંધીનગર, 10 જાન્યુઆરીઃ Developed Gujarat@2047 Vision Document Release: પંચ પ્રાણ વિકસિત ભારતનો આત્મા છે, તેવું આજરોજ મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય નાણામંત્રી ડૉ. નિર્મલા સીતારામને ગુજરાતના રોડ મેપના વિઝન ડોક્યુમેન્ટ વિકસિત ગુજરાત@2047નું વિમોચન કરતા જણાવ્યું હતું.

વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત મહાત્મા મંદિર ખાતે વિકસિત ભારત @2047 માટે ગુજરાતના રોડ મેપ ઉપર એક પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદમાં કેન્દ્રીય નાણામંત્રી ડૉ.નિર્મલા સીતારામન અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો અમૃતકાળમાં વિકસિત ભારત બનાવવાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા વિકસિત ગુજરાત@2047નો એક રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે.

આ રોડ મેપના પુસ્તકનું વિમોચન કરી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, વિકસિત ભારત@2047ના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ગુજરાતની ભૂમિકા અગ્રણી અને શક્તિશાળી એન્જિનની ભૂમિકા અદા કરશે, તે વાતનું સમર્થન ગુજરાતે વિકસિત ગુજરાત@2047 નક્કર આયોજન સાથેનો દસ્તાવેજી રોડ મેપ કરી રહ્યો છે. આ રોડ મેપ તૈયાર કરવા માટે મદદરૂપ થનાર નીતિ આયોગ નો પણ તેમને આભાર વ્યક્ત કર્યો હતો.

તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2014 થી કેન્દ્રમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શાસન ધુરા સંભાળી ત્યારથી રાજ્યો અને કેન્દ્ર વચ્ચે યુનિયન ટુ સ્ટેટનો મજબૂત સંબંધ રહ્યો છે. દેશને વિકાસના પથ ઉપર લઈ જવા માટે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ આયોજન પંચમાં સુધારા કરવામાં આવ્યા અને નવી નીતિ પણ અમલમાં મૂકવામાં આવી. જેમાં રાજ્યોની ભાગીદારી હતી. તેમજ રાજ્યની આકાંક્ષાઓને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. રાજ્ય સાથેની ભાગીદારી એ વાતને સમર્થન આપે છે કે ભારત કેવી રીતે વિકસિત ભારત તરફ આગળ વધી શકશે.

21મી સદી આપણી સદી હશે, તેવું આત્મવિશ્વાસ સાથે દેશના વડાપ્રધાન માની રહ્યા છે, તેવું કહી કેન્દ્રીય નાણામંત્રીએ ઉમેર્યું હતું કે, નજીકના ભવિષ્યમાં ભારત દેશની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી અર્થ વ્યવસ્થા સુધી પહોંચવા સક્ષમ બની રહેશે, કારણ કે ભારતના લોકોએ કોવિડ પછી પડકારોનો સામનો કર્યો છે અને મજબૂત પાયા ઉપર આત્મ નિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. તેમણે દેશની જીડીપી પાંચ ટ્રીલીયન ડોલરને પાર કરી જશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે વિકસિત ભારતના નિર્માણ માટેના પાંચ મુખ્ય આધારોની વિસ્તૃત વાત કરીને જણાવ્યું હતું કે, દેશનું કુલ ગ્રોસ વેલ્યુ એડિશન જેમાં 19 ટકા ગુજરાતમાંથી આવે છે ગુજરાત ઝડપથી આગળ વધી રહેલું એક રાજ્ય છે અને 12% સી.એ.જી.આર વધી રહ્યો છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના સ્વાતંત્ર દિવસના અવસર પર સંબોધન કરતાં જણાવ્યું હતું કે, અમૃતકાળમાં આવનારા 25 વર્ષનો સમય સ્વર્ણીમ હશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની મનસા આ અમૃત કાળને ભારતના વિકાસના સ્વર્ણિમકાળ બનાવવાની છે. ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે જેને વિકસિત ગુજરાત માટે વર્ષ 2047 સુધીનો રોડ મેપ તૈયાર કર્યો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રમાં અગ્રિમ સ્થાન અપાવવા માટે વાઇબ્રન્ટની આ 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આજે વાઇબ્રન્ટના કાર્યક્રમમાં ભારતના વિકાસમાં વિકસિત ગુજરાત એટ ૨૦૪૭ ડોક્યુમેન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ડૉક્યુમેન્ટ તૈયાર કરવામાં નાણામંત્રી નિર્મલા સીતારામનનું માર્ગદર્શન મળતું રહ્યું છે. મુખ્યમંત્રીએ ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં વિકાસના અનેક આયામો સર કરાયા છે એમ જણાવતા કહ્યું હતું કે ગુજરાત દેશમાં સૌથી વધુ વિકસિત થતા રાજ્યોમાંનું એક છે.

દેશની કુલ જન સંખ્યાના પાંચ ટકા ભાગીદારી ધરાવતા ગુજરાતનું દેશના જીડીપીમાં ઘણું યોગદાન રહ્યું છે. દેશના નિકાસમાં ગુજરાતનું 33% યોગદાન રહ્યું છે. ગુજરાતનું આ વિકાસ મોડેલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને માર્ગદર્શનમાં તૈયાર થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દર્શાવેલા પથ થકી વિકસિત ભારતના નિર્માણ માટે સૌ પ્રતિબદ્ધ છે.

સરકારનું લક્ષ્ય વિકસિત ગુજરાતના લક્ષ્યને આર્થિક કે ઔદ્યોગિક વિકાસથી જ નહીં પણ સામાજિક ક્ષેત્રની રીતે પણ વિકસિત કરવાનું છે. વિકસિત ગુજરાત એટ ૨૦૪૭નો દસ્તાવેજ વિભિન્ન સ્ટેક હોલ્ડર્સ, વિચારકો અને પોલીસ૩ મેકર્સ દ્વારા ચર્ચા કરાયા બાદ તૈયાર કરાયો છે. આવનાર દિવસોમાં નીતિ નિર્માણ માટે આ ડોક્યુમેન્ટ સહાયક નીવડશે એ નિશ્ચિત છે એમ તેમણે અંતમાં ઉમેર્યું હતું.

નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે પરામર્શ કર્યો હતો અને આહવાન કર્યું હતું કે, ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે, ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે આપના રાજ્યના વિકાસનો મેપ તૈયાર હોવો ખૂબ જરૂરી છે. તમામ રાજ્યનો વિકાસ થશે તો જ રાષ્ટ્રનો વિકાસ થશે. તેમણે ઉમેર્યું હતું કે,ભારત વિકાસની દિશા તરફ જવાના ટર્નિંગ પોઇન્ટ ઉપર છે. જો વિકસિત ભારત બનાવવા આપ સહયોગ માટે મૂડી રોકાણ કરો છો, તો તમે વિકાસના માર્ગે પહોંચ્યા છો તેવું તમારે માનવાનું રહેશે. આ પ્રકારની ઘટના સિંગાપુર દક્ષિણ કોરિયા, જાપાન વગેરેમાં જોવા મળી છે.

રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને વિકસિત ગુજરાત @2047ના રોડ મેપની વાત કરતા જણાવ્યું હતું કે,રાજ્યને સ્વસ્થ,વધુ શિક્ષિત,ટકાઉ અને સુરક્ષિત સમાજ બનાવવાનો સમાવેશ આ રોડ મેપમાં કરવામાં આવ્યો છે. આ રોડ મેપમાં નાગરિકોને વિશ્વ કક્ષાની તમામ સુવિધાઓ પર્યાવરણ,ગુણવત્તાયુક્ત હવા અને પાણી, આરોગ્યની સુવિધાઓ બહુવિધ શિક્ષણ અને કૌશલ્ય ઉપલબ્ધ કરાવવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રામીણ વિસ્તારમાં જીવનની ગુણવત્તા શહેરી વિસ્તારની સમક્ષ રહેવાની કલ્પના પણ આ રોડ મેપમાં કરવામાં આવી છે.

આ સેમિનાર થકી વિકસિત ગુજરાત@ 2047ના રોડ મેપમાં નવીન વિચારો અને સૂચનોનો અમલવારી કરી શકાશે,તેઓ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિકસિત ભારત@2047 માટે ગુજરાતના રોડમેપ સેમિનાર દરમિયાન નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ જે. પી. ગુપ્તા દ્રારા વિઝન ડોક્યુમેન્ટ પ્રસ્તુત કરી તેની માહિતી આપવામાં આવી હતી. જેમાં આરોગ્ય સંભાળ અને પોષણ,માનવ મૂડી: શિક્ષણ અને કૌશલ્ય,કલા સંસ્કૃતિ અને રમતગમત, નારી શક્તિ; મહિલાઓના નેતૃત્વ વિકાસ,ભવિષ્યના ઉદ્યોગો, ભવિષ્યની સેવાઓ, પ્રવાસ કેન્દ્ર તરીકે ગુજરાત, કૃષિ, સિંચાઈ અને ગ્રામીણ વિકાસ, વાઇબ્રન્ટ સામાજિક આર્થિક કેન્દ્રો, પરિવહન અને લોજિસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગવર્નન્સ 2.0 રીફોર્મ અને ટ્રાન્સફોર્મ વગેરે ડોક્યુમેન્ટની માહિતી આપવામાં આવી હતી.

જેપી ગુપ્તા દ્નારા વિઝન ડોક્યુમેન્ટની માહિતી આપવા સાથે જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત પાસે તકો અને પડકારો બંને છે. ડેમોગ્રાફી છે, ગુજરાત ભારતનું મેન્યુફેક્ચરિંગ હબ હોવાનો ફાયદો છે. ગુજરાતની શક્તિઓ ભૂગોળ, સંસ્કૃતિ, માનવશક્તિ વગેરે છે. જેમાં સૌથી લાંબો દરિયાકિનારો 1600 કિમી ગુજરાતને મળે છે. ગુજરાતમાં પોર્ટ સંચાલિત વિકાસ ગુજરાતીઓની સાહસિક ભાવના થકી ભારતના ઉત્પાદનનો 1/5મો ભાગ ગુજરાતમાંથી આવે છે.

સર્વે ભવન્તુ સુખિન દ્વારા વધુમાં તેમણે જણાવ્યું હતું કે લોકો જીવનના તમામ પાસાઓમાં સારી રીતે જીવે અને સામૂહિક અને વ્યક્તિગત રીતે લોકો સારી કમાણી કરે તે અમારો ધ્યેય છે. નોલેજ ઇકોનોમી, લેઝર સર્વિસીસ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ જેવા ક્ષેત્રો માટે ગુજરાતને હબ તરીકે ઓળખવામાં આવે છે.

ઉપરાંત તેમણે અગ્રણી બ્રાઉનફિલ્ડ અને ગ્રીનફિલ્ડ ક્લસ્ટરો સાથે વાઇબ્રન્ટ આર્થિક હબ, અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ સપ્લાય ચેઇન્સ સાથે સારી રીતે જોડાયેલા ગુજરાત 2047ની એક નજરમાં પ્રસ્તુતિ પણ રજૂ કરી હતી. Viksit Gujarat@2047 એ ભાવિ પેઢીઓ માટે પ્રતિબદ્ધતા છે કે તેઓને વારસામાં મળેલું ગુજરાત પહેલાં કરતાં વધુ સમૃદ્ધ, સ્થિતિસ્થાપક અને ગતિશીલ હશે. આ સેમીનારમાં વડાપ્રધાનના અગ્ર સચિવ પી.કે મિશ્રા, પ્રિન્સિપલ એડવાઈઝર હસમુખ અઢિયા ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો… Seminar on Next Phase: VGGS-2024 અંતર્ગત “મેક ઇન ઇન્ડિયા” અભિયાનમાં જાપાનના યોગદાનના “નેક્સ્ટ ફેઝ” અંગે સેમિનાર સંપન્ન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો