જામનગર પોલીસ વિભાગ દ્વારા દશેરાના શસ્ત્રપૂજા કરવામાં આવી
.અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૫ ઓક્ટોબર: જામનગર જીલ્લા પોલીસ હેડકવાર્ટર પ્રતિવર્ષ કરવામાં આવતી શસ્ત્રપૂજા આ વર્ષે પણ ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવી જેમાં જીલા પોલીસ વડા દીપન ભદ્રને શસ્ત્રપૂજન કર્યું હતું.
આજે વિજયાદશમી છે, આજના દિવસે શસ્ત્રપૂજનનું વિશેષ મહત્વ છે, ત્યારે આજે જામનગર જીલ્લા પોલીસ હેડકવાર્ટર ખાતે SP દીપન ભદ્રને પરંપરાગત શસ્ત્રપૂજન કર્યું હતું, પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલ શસ્ત્ર પૂજનમાં ASP નીતીશ પાંડે, સહિતના અધિકારીઓ જોડાયા હતા.અને પ્રજાને સુરક્ષાનું વચન આપ્યું હતું.
loading…