Arjun modwadia jamnagar

Ekta Yatra: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતાયાત્રાના આયોજન અંગે બેઠક યોજાઈ

Ekta Yatra: રાજ્યસ્તરીય અધિકારીઓ અને જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં એકતાયાત્રાના આયોજન અંગે વિગતવાર ચર્ચા

  • Ekta Yatra: પ્રત્યેક પદયાત્રા 8 થી 10 કિલોમીટરની રહેશે જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો જોડાશે
  • તા.13 થી 17 નવેમ્બર દરમિયાન જિલ્લાના વિવિધ પાંચ સ્થળોએ વિધાનસભા દીઠ પદયાત્રા યોજાશે
google news png

જામનગર, 08 નવેમ્બર: Ekta Yatra: સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે જામનગર જિલ્લામાં‌ પદયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.આ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

બેઠકમાં જિલ્લા કલેકટર કેતન ઠક્કરે મંત્રી સમક્ષ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરતા જણાવ્યું હતું કે,રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે ‘એક ભારત આત્મનિર્ભર ભારત’ ના સૂત્ર સાથે જામનગર શહેર અને જિલ્લામાં તા.13 થી તા.17 નવેમ્બર દરમિયાન ભવ્ય પદયાત્રા‌ યોજાશે.જે અંતર્ગત વિધાનસભા દીઠ એક પદયાત્રાનું આયોજન કરાશે, જેમાંથી એક પદયાત્રા જિલ્લા કક્ષાની રહેશે. પ્રત્યેક પદયાત્રા 8 થી 10 કિલોમીટરની રહેશે અને તેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો જોડાશે.

Ekta Yatra

તા.13/11/2025 ના રોજ જામજોધપુર ખાતે સમાણા ચોકડી-દલ દેવડીયા થી સદોડર સુધી, તા.14/11/2025 ના રોજ જામનગર ખાતે ગાંધીનગર રેલવે સ્ટેશનથી લાલ બંગલા સર્કલ, તા.15/11/2025 ના રોજ જામનગર ખાતે પટેલ સમાજ રણજીતનગરથી પંચેશ્વર ટાવર સુધી, તા.16/11/2025 ના રોજ જામનગર ગ્રામ્ય ખાતે ધૂતારપરથી ધૂડસીયા સુધી, તા.17/11/2025 ના રોજ કાલાવડ ખાતે આણંદપર નિકાવાથી ખડ ધોરાજી સુધી આ પદયાત્રા યોજાશે.

આ પણ વાંચો:- Ahmedabad International Book Festival: અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025, 13 થી 21 નવેમ્બર

જિલ્લા કક્ષાની પદયાત્રા (Ekta Yatra) પૂર્વે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરાશે.’સરદાર સ્મૃતિવન’ની સ્થાપના કરવાની સાથે એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ 562 વૃક્ષો વાવવામાં આવશે. આ ઉપરાંત, યાત્રાના રુટ પર સખી મંડળના સ્ટોલ્સ ઉપરાંત આરોગ્ય કેમ્પનું આયોજન, મહાનુભાવોની પ્રતિમાઓની સફાઈ, સ્વચ્છતા અભિયાન, વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા અને યોગ તથા આરોગ્ય શિબિરો યોજાશે.’સરદાર@150 યંગ લીડર ક્વિઝ’, ‘સરદાર@150 નિબંધ સ્પર્ધા’ અને ‘રાષ્ટ્રીય રીલ પ્રતિયોગિતા’ યોજાશે, જેના માટે My Bharat પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકાશે.

View this post on Instagram

A post shared by onlinebuyer (@onlinebuyer.in)

Ekta Yatra: આ આયોજનમાં મહત્તમ નાગરિકો ભાગ લે‌ તે પ્રકારનું સુચારુ આયોજન કરવાં મંત્રીશ્રીએ જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.મંત્રીએ મહત્તમ લોકો આ પદયાત્રામાં સહભાગી બને તે માટે જિલ્લાના પદાધિકારીઓ સાથે પણ સંકલનમાં રહી કામગીરી કરવા સુચના આપી હતી.

આ બેઠકમાં (Ekta Yatra) સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઇ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ આગેવાન ડો.વિનુભાઈ ભંડેરી અને બીનાબેન કોઠારી સહિત સંકલન સમિતિના સૌ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો