સિવિલ હોસ્પિટલના સેવાયજ્ઞમાં સેવાભાવી સંસ્થા જોડાઇ, કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ નિહાળી દર્દીનારાયણની સેવા માટે ગાડી ભેટ(gift for covid patient) આપી..!

gift for covid patient: સંવેદનશીલ સિવિલ તંત્રે વિના વિલંબે ગાડીને દર્દીઓની સેવામાં કાર્યરત કરાવી

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ

અમદાવાદ, 01 મેઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાગલગાટ એક વર્ષથી કોરોના સામે જંગ ખેલી રહ્યું છે. હોસ્પિટલ તંત્ર, તબીબો, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફથી લઇ સફાઇકર્મીઓ દિવસ રાત મહેનત કરીને દર્દીનારાયણની સેવામાં જોડાયેલા છે. ગમે તે ભોગે દર્દીનો જીવ બચાવવાની દિશામાં હોસ્પિટલના તમામ હેલ્થકેર વર્કરો કાર્યરત છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ ધ્યાને લઇને ઘણી સેવાભાવી સંસ્થા પણ સિવિલ હોસ્પિટલના સેવાયજ્ઞમાં(gift for covid patient) જોડાઇ છે. ઘણી સેવા ભાવી સંસ્થા દ્વારા હોસ્પિટલને જનઉપયોગી ઉપકરણો થી લઈને અન્ય જરૂરી મદદ આપવામાં આવી છે.

Whatsapp Join Banner Guj


આજે સિવિલ હોસ્પિટલમાં દર્દીનારાયણની સેવામાં રત્નાકર સંસ્થા દ્વારા નવીન ઇક્કો સિવિલ હોસ્પિટલને ભેટ(gift for covid patient) આપવામાં આવી હતી. આ ગાડી કોરોનાગ્રસ્ત દર્દીઓ, હોસ્પિટલ સ્ટાફ અથવા દર્દીના સગાની સેવાકીય પ્રવૃતિઓમાં ઉપયોગમાં લેવાય તેવી લાગણી સંસ્થાના સભ્યોએ વ્યક્ત કરી હતી. સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે. વી. મોદી, અધિક સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ.રજનીશ પટેલ દ્વારા હોસ્પિટલમાં સેવા અર્થે ભેટ(gift for covid patient) કરાયેલ ગાડીને સ્વીકારીને દર્દીઓની સેવામાં વિના વિલંબે કાર્યરત કરી હતી. હોસ્પિટલ તંત્રે સેવાભાવી સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.

ADVT Dental Titanium

આ પણ વાંચો…

અમદાવાદ પૂર્વમાં પ્રથમ કોવિડ કેર સેન્ટર(covid care centre) કાર્યરત-૧૦૮ કોવિડ બેડની ક્ષમતા ધરાવતું આ સેન્ટર આગામી સમયમાં ૫૦૦ બેડસુધી લઈ જવાશે