ATS arrest

Gujarat ATS arrests 4 ISIS terrorists: અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓ ઝડપાયા,ગુજરાત ATS ને મોટી સફળતા મળી

શ્રીલંકાના વતની અને ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ પકડાયા હોવાની ઘટના સામે આવી

અમદાવાદ, 20 મે: Gujarat ATS arrests 4 ISIS terrorists: ગુજરાત ATS ને મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા છે. શ્રીલંકાના વતની અને ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ પકડાયા હોવાની ઘટના સામે આવી છે. ગુજરાત ATS એ ચારેય આતંકવાદીઓને ઝડપ્યા છે.

શ્રીલંકાના વતની અને ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ પકડાયા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ શ્રીલંકાન નાગરિક અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હોવાની સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ આ ચારેય શખ્સને ઝડપી લેવામાં આવ્યા છે. જો કે હાલમાં ગુજરાત ATSએ ચાર આતંકવાદીઓને અજાણ્યા સ્થળે લઈ જઈને પુછ પરછ હાથ ધરી છે. આતંકવાદીઓ કયા ઈરાદા સાથે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા.તેની વિગતો પ્રાપ્ત થઈ નથી.

ગુજરાત ATSએ માહિતી મળતા જ ગઈકાલે રાત્રે 8 વાગ્યે અમદાવાદના એરપોર્ટ પરથી 4 આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેમને પુછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદ અને ગુજરાતમાં કેટલાક લોકો સંકળાયેલા હોવાનો પણ ખુલાસો થયો છે.

આ પણ વાંચો:- 10 People Died In Heatwave: ગુજરાતમાં ગરમીના કારણે છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત નિપજ્યા

ગુજરાત ATSના અધિકારીઓ સહિત કેન્દ્રીય એજન્સીઓનો અધિકારી દ્વારા પણ પુછપરછ હાથ ધરવામાં આવી છે. સૂત્રો મારફતે પ્રાપ્ત થતી માહિતી અનુસાર કોઈ ચોક્કસ વ્યક્તિ પર હુમલો કરવાની ફિરાક હોવાની પણ પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જો કે આ સમગ્ર ઘટના અંગેની માહિતી ગુજરાતના પોલીસ વડા 4 વાગે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપશે.

અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકવાદી ઝડપાતા તાત્કાલિક એરપોર્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બીજી તરફ આજે IPLની 3 ટીમ અમદાવાદ આવવાની હતી. આ ઉપરાંત ગઈ કાલે રાત્રે જ 4 આતંકવાદી ઝડપાતા એરપોર્ટ પર હાઈ એલર્ટ આપવામાં આવ્યુ છેે.

buyer ads
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો