રાજ્યમાં કોરોનાની ત્રીજી સંભવિત લહેર પહેલાં વેક્સિનેશન પ્રક્રિયા ઝડપી કરાવવા હાર્દિક પટેલે(Hardik patel) મુખ્યમંત્રીને લખ્યો પત્ર- વાંચો સંપૂર્ણ અહેવાલ
ગાંધીનગર, 05 મેઃ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે(Hardik patel) મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને કહ્યું છે કે રાજ્ય સરકાર હજુ સુધી કોરોનાની ત્રીજી લહેરને લઈને ગંભીર ન હોવાનું જણાઈ રહ્યું છે. આ સાથે જ હાર્દિક પટેલે પંજાબ સરકારના તર્જ પર ગુજરાત સરકાર પણ ગામડાઓમાં ૧૦૦% વેકસીનેશન નું કામ થાય તે માટે કામ કરવું જોઈએ.

હાર્દિકે(Hardik patel) કહ્યું- હું ગુજરાત સરકારને સલાહ નથી આપતો પરંતુ જો ગુજરાત સરકાર જાહેરાત કરે કે જે ગામ માં ૧૦૦% વેકસીનેશન ની પ્રકિયા થશે તે ગામને વિકાસ માટે ૫ લાખ રૂપિયાની વધુ ગ્રાન્ટ આપવામાં આવશે. આ જાહેરાત થી કોરોના સામે લડાઈ મજબૂત બનશે અને વિકાસના કામ માં પણ વધારો થશે.

આ પણ વાંચો….

