Hot Temp

Heat Wave Alert: ગુજરાતમાં અગામી 2 દિવસ ભારે ગરમી પડશે, 18થી વધુ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

Heat Wave Alert: આજે અને આવતીકાલે 20 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ

google news png

અમદાવાદ, 25 મેઃ Heat Wave Alert: હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 2 દિવસ આગ ઓકતી ગરમીનો સામનો કરવો પડશે. આજે અને આવતીકાલે 20 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. 43 થી 45 ડિગ્રી વચ્ચે તાપમાન રહે તેવી શક્યતાઓ છે.

સૌરાષ્ટ્રથી લઈ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 26 મેથી તાપમાનો પારો ગગડવા લાગશે.

આ પણ વાંચો:- Remal Cyclone: રેલમ વાવાઝોડાની આફતના એંધાણ, આ રાજ્ય પર થઇ શકે છે અસર- વાંચો વિગત –

નોંધનીય છે કે, હવામાન વિભાગની આગાહી અનુસાર આણંદ, અરવલ્લી, બોટાદ, ખેડા, મહીસાગર,સાબરકાંઠા સહિતના જિલ્લામાં 44 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. કચ્છ, નર્મદા સહિતના જિલ્લાઓમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ વડોદરા, સુરેન્દ્રનગર, પાટણ, પંચમહાલ, મહેસાણા, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો