Iconic week: સ્વતંત્રતા સેનાની ના પરિવાર જનો તરફ થી અહિંસા એક્સપ્રેસનું “ફ્લેગ ઓફ”

Iconic week: ‘આઇકોનિક સપ્તાહ’ ‘’આઝાદીની ટ્રેન અને સ્ટેશન” હેઠળ ‘સ્વતંત્રતા સેનાની ના પરિવાર જનો તરફ થી અહિંસા એક્સપ્રેસનું “ફ્લેગ ઓફ”

અમદાવાદ, 22 જુલાઈ: Iconic week; પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 18 જુલાઈથી 23  જુલાઈ 2022 સુધી ‘આઇકોનિક સપ્તાહ’ આઝાદીની રેલ ગાડી  અને  સ્ટેશન,  મંડળ રેલ પ્રબંધક તરુણ જૈનના માર્ગદર્શન હેઠળ અને વરિષ્ઠ મંડળ કર્મચારી અધિકારી હર્ષદ વાણિયાના માર્ગદર્શન હેઠળ મનાવવામાં આવી રહ્યું છે.

 અમદાવાદ મંડળ તરફથી ‘આઇકોનીક સપ્તાહ ‘ “આઝાદીની રેલગાડી અને સ્ટેશન” ના   અંતર્ગત, અમદાવાદ મંડળથી પ્રતિષ્ઠિત એક ટ્રેનનું “ફ્લેગ ઑફ” સ્વતંત્રતા સેનાની અથવા તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવે છે. આ દરમિયાન તારીખ , 21.07.2022 ના રોજ,સ્વ. મૂળશંકર વ્યાસ સ્વતંત્રતા સેનાનીના પૌત્ર હિતેશ વ્યાસે ટ્રેન નં.22185 અમદાવાદ-પુણે અહિંસા એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી.  

સ્વ. મૂળશંકર વ્યાસે ભારત છોડો આંદોલન 1942 માં ગાંધીજીના નેતૃત્વમાં ભાગ લીધો હતો અને તેમના પત્ની સ્વ. પુષ્પાબેને સ્વ. કસ્તુરબા જી ની સાથે આંદોલનમાં ભાગ લીધો હતો હિતેશ વ્યાસ જીના દાદા અને દાદી લગભગ 7 વખત જેલમાં ગયા હતા.

આ પણ વાંચો..36th National Games logo: 36મી નેશનલ ગેમ્સનો લોગો જાહેર, આજે એમઓયુ સાઈનીંગ તથા લોગો લોન્ચિંગ માટે કાર્યક્રમ યોજાયો

સ્વ. મૂળશંકર વ્યાસજી તેમની પત્ની સાથે વિભાજન પહેલા કરાચીમાં રહેતા હતા અને તેમનું પોતાનું જય રાષ્ટ્ર શક્તિ કરીને અખબાર હતું, જેના પોતે  પત્રકાર અને સંપાદક હતા.

ગર્વની વાત એ  છે કે, હિતેશ કુમાર વ્યાસ રેલ્વે પરિવાર સાથે સંકળાયેલા છે અને તેઓ એકીકૃત કોચ ડેપો સાબરમતીમાં સિનિયર સેક્શન એન્જિનિયર તરીકે કામ કરી રહ્યા છે.

રાહુલ પાંડે, વરિષ્ઠ  કોચિંગ ડેપો ઓફિસર કાંકરિયાએ હિતેશ વ્યાસ પુત્ર સ્વ. મૂળશંકર વ્યાસનું શાલ અને ગુડલક પ્લાન્ટ આપી સ્વાગત કર્યું હતું.

Gujarati banner 01