Inauguration of meditation center in ambaji: અંબાજી માં આજે મેડીટેશન સેન્ટર નું કરાયું ઉદ્ઘાટન, વાંચો…
- અંબાજીમાં બ્રહ્માકુમારીજ દ્વારા સ્થાનિક લોકો સહીત યાત્રીકો માટે ડિવાઇન હોલ ખુલ્લુ મુકાયુ
- પ્રવાસન સ્થળોએ જઇ માનસીક શાંતી અનુભવવાં નાં પ્રયાસ કરતો હોય છે.
- અંબાજી આવતાં યાત્રીકો તેમજ સ્થાનિક લોકો એકાગ્રતા સાથે માનસીક શાંતી માટે હોલ
Inauguration of meditation center in ambaji: નેહાદીદી તેમજ તેમના સાથી અનુયાઇઓનું અંબાજી બ્રહ્માકુમારીજ સેન્ટર દ્વારા સન્માન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યુ
રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૮ જૂન: Inauguration of meditation center in ambaji: યાત્રાધામ અંબાજી ખાતે બ્રહ્માકુમારીજ દ્વારા સ્થાનિક લોકો સહીત યાત્રીકો માટે ડિવાઇન હોલ ને ખુલ્લુ મુકાયુ છે. હાલ તબક્કે જે રીતે વિશ્વ યુદ્ધ હોય કે પછી કોરોના ની મહામારી, જેને લઇ ટીવી ને અખબારો નાં વાંચન બાદ મનુષ્ય સતત માનસીક તાન માં રહેતું હોય તેવી પરીસ્થીતી સર્જાતી હોય છે અને ત્યાર બાદ ધાર્મીક સ્થળો કે પ્રવાસન સ્થળોએ જઇ માનસીક શાંતી અનુભવવાં નાં પ્રયાસ કરતો હોય છે.

Inauguration of meditation center in ambaji: અંબાજી બ્રહ્માકુમારીજ દ્વારા આ સમગ્ર બાબતોને ધ્યાનમાં લઇ અંબાજી આવતાં યાત્રીકો તેમજ સ્થાનિક લોકો એકાગ્રતા સાથે માનસીક શાંતી મેળવી શકે તેના માટે અંબાજી માં આજે મેડીટેશન સેન્ટર નું ઉદ્ઘાટન ગુજરાત રાજ્ય બ્રહ્માકુમારીજ સંસ્થા નાં ઇન્ચાર્જ નેહાબેન દીદી નાં હસ્તે કરવામાં આવ્યુ હતુ.
ગુજરાત પ્રાંત બ્રહ્માકુમારીજ નાં વડા સરલાદીદી નાં નિધન બાદ નેહાદીદી ને ચાર્જ સોંપાતા અંબાજી ખાતે નેહાદીદી નું તેમજ તેમના સાથી અનુયાઇઓનું અંબાજી બ્રહ્માકુમારીજ સેન્ટર દ્વારા સન્માન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યુ હતુ ને કેક કાપી પ્રસંગ ની ઉજવણી કરવામાં આવી હતી.